હળવદ તાલુકાના દિઘડીયા ગામે નદિમા સુજલામ સુફલામ યોજનામા બનાવામા આવેલ કોઝવે એક વર્ષથી ટુટેલી હાલતમા છે
જેના પગલે કોઝવેમા પાણીનો સંગ્રહ નથી થતો પાણી ડેમમા વહી જાય છે આ નદિમા ચોમાસામા વ્યાપક પ્રમાણમા પાણીની આવક થાય છે અને કોઝવેમા પાણીના સંગ્રહથી શીયાળુ પાક લેવામા ખેડુતોને પાણીની તંગી નથી સર્જાતી પરંતુ કોઝવે એક વર્ષથી ટુટી જવાથી પાણીનો સંગ્રહ બંધ થયો છે બધુ પાણી ડેમમા વહીજાયસે જેથી શીયાળુ પાકમા પાણીની તંગી સર્જાસે કોઝવેના આજુબાજુના 200 જેટલા ખેડુતોને પાણીનો લાભ મળતો બંધ થયો છે અવાર નવાર રજુઆત કરવા છતા કોઝવે રીપેર ન થતા ખેડુતો રોષે ભરાયા છે આ સીઝન તો વધુ વરસાદને પગલે નિષ્ફળ જસે પરંતુ ટુટેલા કોઝવેના કારણે શીયાળુ સીઝન પણ નહી લઇ સકવાની ખેડુતોને ચિંતા સતાવે છે ત્યારે વહેલી તકે કોઝવે રીપેર કરવાની ખેડુતોમા માંગ ઉઠવા પામી છે.