Saturday, January 18, 2025
HomeGujaratહળવદમા તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી આધેડની કરપીણ હત્યા: ડીવાયએસપી સહિતનો પોલીસ...

હળવદમા તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી આધેડની કરપીણ હત્યા: ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો

હળવદના ભવાની નગરમા આવેલ ઢોરા વિસ્તારમાં આધેડની તીક્ષ્ણ હથિયરના આડેધડ ઘા ઝીંકી કારપીણ હત્યા નિપજાવવામાં આવ્યાનો બનાવ પ્રકાશમા આવ્યો છે જેને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ ઊંડી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદનાં વેગડવા રોડ પર આવેલા વડવાળા ખાણની બાજુમાંથી તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ રૂપાભાઈ કોળી નામના આધેડની હત્યા નિપજાવવામાં આવી છે. લોહીથી લથબથ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેને પગલે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા ઇન્ચાર્જ પીઆઇ એ.એ.જાડેજા સહીતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રથમ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ ક્યાં કારણોસર આધેડની હત્યા કરવામાં આવી હોવાં સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આદરી શકમંદો અંગેની પૂછપરછ કરી આરોપીઓ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!