હળવદ પંથકમાં થોડા દિવસ પહેલા મુશળધાર વરસાદના પગલે હળવદ તાલુકાના બ્રાહ્મણી ૨ ડેમની જળ સપાટી ઉચ્ચી આવી હતી. તેમજ ડેમમાં નર્મદા નીર છોડવામાં આવતા બ્રાહ્મણી 2 ડેમ (શક્તિસાગર) 100% ભરાયો હતો. જેને પગલે ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામા આવ્યો છે. તેમજ ડેમમા હજુ પણ નર્મદાના પાણીની આવક ચાલુ છે. જેના કારણે આજુબાજુના સુસવાવ, ટિકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ, સહિતના ગામોને એલર્ટ કરાયા છે. અને બ્રાહ્મણી નદીના તટ પર ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.