આજના સમયમાં દરેક વાલીઓ પોતાના બાળકોને સારું ભવિષ્ય મળે તે માટે ભણતર અંગ્રેજી માધ્યમમાં કરાવવાનું પસંદ કરે છે ત્યારે હળવદ ની ભવ્યા એ ફક્ત અંગ્રેજી માધ્યમમાં ભણતર મેળવીને જ સિદ્ધિ મેળવી શકાય એ વાતને તદ્દન ખોટી સાબિત કરી છે.
જેમાં હળવદની મેઇન બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા સ્વ. પુરુષોત્તમ ઠાકરની પૌત્રી અને દર્શનાબેન રાવલની દીકરી ભવ્યા અતુલ રાવલ એ ફક્ત ચોવીસ વર્ષની ઉંમરે અમેરિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જોબ માટે સિલેક્ટ કરાયેલી એક માત્ર વિદ્યાર્થિની તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરી છે.ભવ્યા રાવલ એ ભારતમાં શુદ્ધ ગુજરાતી માધ્યમમાં ભણતર મેળવી અમેરિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ થશે એવી કલ્પના નહોતી કરી.જેમાં ભારતમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મેળવીને ભવ્યા અતુલ રાવલ અમેરિકાની અગ્રણી કૉલેજમાં ભણતર માટે ગઈ હતી જ્યાં તે એમએસ ફાઇનાન્સમાં ૯૯.૭૫% સાથે પ્રથમ ક્રમાંકે આવી હતી. જેથી અમેરિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તેના સિલેકશન પહેલા સાત પદાધિકારીઓની સમિતિએ ઇન્ટરવ્યૂ લીધો હતો. અમેરિકામાં ભવ્યાને શિક્ષણ આપતા પ્રોફેસર્સે અમેરિકામાં પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટ જોબ ભવિષ્ય માટે વધારે સારી ગણાય એવી સલાહ આપી છે.
એ સાથે જ ભવ્યાને ઠેર ઠેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે અને આ સિદ્ધિ થકી સમગ્ર હળવદ પંથકનું ગૌરવ વધાર્યું છે.