Wednesday, January 1, 2025
HomeGujaratહળવદ : જુના શીરોઈ ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ૬ ની...

હળવદ : જુના શીરોઈ ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, ૬ ની ધરપકડ

મોરબી એલસીબી ટીમે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી રૂ. ૬૦,૩૦૦નાં મુદ્દામાલ સાથે છ ઈસમો ની ધરપકડ કરી જ્યારે બે ઈસમો હાજર ન મળી આવતા તેને પકડી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે હળવદ તાલુકાનાં જુના શીરોઈ ગામ પાછળ બ્રાહ્મણી નદીનાં કાંઠે દરોડો પાડી સરકારી ખરાબામાં બાવળની કાંટમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ગરમ આથો આશરે લીટર ૬૦૦ કિં.રૂ.૧૨૦૦/-, ઠંડો આથો આશરે લીટર ૫૦૦૦ કિં.રૂ.૧૦૦૦૦/-, દેશી દારૂ આશરે ૪૩૦ લીટર કિં.રૂ. ૮૬૦૦/-, અખાદ્ય ગોળનાં ડબ્બા નંગ ૨૦ જે ૪૦૦ કિલોગ્રામ કિં.રૂ.૪૦૦૦/-, ભઠ્ઠીનાં સાધનો એલ્યુમિનિયમનાં બકડીયા નંગ ૬ કિં.રૂ.૩૦૦/-, પાટલી નળી સાથે નંગ ૬, ગેસનાં બાટલા નંગ ૧૫ કિં.રૂ.૧૫૦૦૦/-, ગેસનાં ચુલા રેગ્યુલેટર નળી સાથે નંગ ૬ કિં.રૂ.૧૨૦૦/-, તથા નંબર પ્લેટ વગર હિરો મેઈસ્ટ્રો મોટરસાયકલ કિં.રૂ.૨૦૦૦૦/- મળી કુલ રૂ.૬૦,૩૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપીઓ એભલભાઈ બચુભાઈ પંચાસરા, ઘનશ્યામભાઈ બચુભાઈ શીપરા, રુખડભાઈ રમેશભાઈ ઉપસરીયા, અનીલભાઇ જીવણભાઈ વડેસા, જીણાભાઇ કાંતિભાઈ ધામેચા, સમરતભાઈ રાયસંગભાઈ ધામેચાને ઝડપી પાડ્યા હતાં જ્યારે આરોપીઓ રમણીક ઉર્ફે બુધીયો કાળુભાઈ શીપરા અને ભોપાભાઈ ચંદુભાઈ ખાંભડીયા હાજર મળી આવ્યા ન હતાં. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!