હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિતે વીર ભગતસિંહ ની છબી ને પુષ્પમાળા પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંગ્રેજો દ્વારા આઝાદી ના લડવૈયા વીર ભગતસિંહ , વીર રાજ્યગુરુ , વીર સુખદેવ ને અંગ્રેજો દ્વારા 23 માર્ચ ના રોજ ફાંસી આપવામાં આવી હતી અને વીર ભગતસિંહ , વીર સુખદેવ અને વીર રાજ્યગુરુ એ ભારત દેશ ને આઝાદી અપાવવા અને દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત કરવા માટે હસતા મોઢે ફાંસી ના માચડે ચડી ગયા હતા અને તેમને પોતાની છેલ્લી ઈચ્છા શું છે તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું અમારી કોઈ છેલ્લી ઈચ્છા નથી તમે અમને ઝડપથી ફાંસી આપો અમારા ગયા પછી પણ આ દેશ માં હજારો ભગતસિંહ ઊભા થશે અને ભારત ને આઝાદી અપાવશે ત્યારે વીર બલિદાની ના આ બલિદાન ને દેશભરના લોકો 23 માર્ચ ના રોજ યાદ કરે છે ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા ભગતસિંહ ની છબી ને પુષ્પ માલા પહેરાવી દેશ ના વીર બલિદાનીયો ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે , જિલ્લા યુવા ભાજપ મંત્રી રવિભાઈ પટેલ , અશ્વિનભાઈ કણઝરીયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વીર ભગતસિંહ , વીર સુખદેવ અને વીર રાજ્યગુરુ અમર રહો , ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના ગગનભેદી નારા લગાવી વિરો ને સાચી વિરાંજલી અર્પણ કરી હતી.

કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ , અશોકભાઈ પ્રજાપતિ , વિશાલભાઈ રાવલ અને ગ્રામ્ય યુવા ભાજપ મહામંત્રી રમેશભાઈ હડીયલ સહિત હળવદ શહેર ગ્રામ્ય યુવા ભાજપ ના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી