Tuesday, December 24, 2024
HomeGujaratહળવદ શહેર-ગ્રામ્ય ભાજપનું નવું સંગઠન જાહેર:હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે અજયભાઈ રાવલની...

હળવદ શહેર-ગ્રામ્ય ભાજપનું નવું સંગઠન જાહેર:હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે અજયભાઈ રાવલની નિમણુક કરાઈ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી ડો.હિતેશભાઈ ચૌધરી સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તથા હળવદ ગ્રામ્ય મંડળના પ્રમુખ મહામંત્રી ની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે અજયભાઈ રાવલની નીમણુંક કરાઈ જયારે‌ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મનસુખભાઈ ગોરીયા ની વર્ણી કરવામાં આવી છે.જયારે હળવદ શહેર મહામંત્રી તરીકે રમેશભાઇ શંકરભાઇ કણઝરીયા,મહામંત્રી ડો.અનિલભાઇ કાનજીભાઇ પારેજીયા વર્ણી કરવામાં આવી છે. જ્યારે હળવદ તાલુકા(ગ્રામ્ય)ભાજપ મહામંત્રી તરીકે નરેન્દ્રસીંહ ડી રાણા, મહામંત્રી ભરતભાઇ હરખાભાઇ વઢરેકીયા વર્ણી કરવામાં આવી છે. સમગ્ર હોદ્દેદારોને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સહિતના અન્ય રાજકીય આગેવાનોએ પાર્ટીના કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!