હળવદ તાલુકા ના દેવીપુર ગ્રામ ના તલાટી કમ મંત્રી હેતલ બેન પરમાર ની હાજરી અને કામ પ્રત્યે ની અનિયમિતતા બાબતે દેવીપુરના ગ્રામજનોએ હળવદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
હળવદ તાલુકાના દેવીપુર ગ્રામ ના તલાટી કમ મંત્રી હેતલ બેન પરમાર જેઓની દેવીપુર ગ્રામ માં જ્યાર થી નિમણુંક થઈ છે ત્યારથી 1 જૂન, 2021 સુધી તેઓ દેવીપુર ગ્રામ પંચાયત માં તેઓ એક અઠવાડિયા ના માત્ર 2 જ દિવસ અને આ 2 દિવસ માં પણ સવાર ના 10.30 થી બપોર ના 1,00 વાગ્યા સુધી જ હાજર રહ્યા છે જેના થી દેવીપુર ગ્રામ ના તમામ લોકો ને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડ્યો છે અને જો દેવીપુર ગ્રામ ના કોઈ નાગરિક ને કામ પડે તો તલાટી બેન વારંવાર હળવદ પોતાના ને ઘર આવવા મજબૂર કરે છે.
જે દિવસે તલાટી બેન ગ્રામ પંચાયત માં હાજરી આપેલ હોઈ અને કોઈ ગામ ની નાગરિક કામ માટે આવેલ હોઈ અને બપોર ના 1 00 વાગ્યા નો ટાઈમ થઈ જાય તો કામ અધૂરું મૂકી ને પણ બેન હળવદ પોતાના ઘરે જવા નીકળી જાય છે.તલાટી બેન નું દેવીપુર ના નાગરિક સાથે નું વર્તણૂક એક અધિકારી તરીકે જરા પણ શોભે તેવું નથી.તલાટી બેન ને તેમના કામ પ્રત્યે ની પૂરતી માહિતી ના હોવાથી તેઓ સતત ફરજ દરમિયાન પોતાની કામગીરી પોતાના પતિ ને ટેલીકોનિક માં સતત પુછ્યા જ કરે છે અને ગામ ના નાગરિકો ને તેમના પતિ સાથે ફોન માં વાત કરવા ફરજ પાડે છે. તેઓની હાજરી અને ગેરહાજરી બાબતે દેવીપુર ગ્રામ પંચાયત ના અમારી પાસે તેમના હાજર રહેવાના દિવસો ન બંધ ગ્રામ પંચાયત ના ફોટો, CCTV કેમેરા ના ફૂટેજ ( દેવીપુર પ્રાથમિક શાળા ના કેમેરા ) અને વધુ માં દેવીપુર ગ્રામ ના નાગરિકો પણ છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોની માગણી ઉઠવા પામી છે