અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પર હુમલો કરતાં ત્રણ શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ અર્થે અમદાવાદ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
હળવદ હાઈવે પર શુક્રવાર રાત્રિના સમયે અમદાવાદ થી સીએનજી રીક્ષા ચોરીના તપાસ મામલે મુદામાલના વાહન જપ્ત કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ વાઈ.જી. ગુર્જર સહિતની ટીમ ખાનગી ઇનોવા કાર UP 53 BQ 0483 લઈને હળવદ આવી હતી તે વેળાએ ભારત પેટ્રોલ પંપ પાસે પાંચ જેટલા શખ્સો સાથે બોલાચાલી થતા ત્યાં જોતજોતામાં મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હાજર શખ્સોએ પોલીસની કારને હળવદ માળીયા હાઈવે રોડ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે ટોળાએ ગાડીનો આગળના કાચનો કડુસ્લો બોલાવી દીધો હતો. આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટાફ તાત્કાલિક ધટના સ્થળે દોડી ગયો હતો. હળવદ પોલીસ સ્ટાફની ગાડીઓની આવ્યાની જાણ થતા ઈસમો નાશી છૂટ્યા હતા જેને લઈને ટોળું વિખેરાઈ ગયું હતું. આ અંગે કોઈ સતાવાર રીતે માહિતી સ્પષ્ટ થઈ નથી. ક્રાઈમ બ્રાન્ચ ની ટિમ રિક્ષાઓ જપ્ત કરી ને જતી હતી ત્યાં હાજર વ્યક્તિઓએ બેન્ક ના હપ્તા ચડી ગયેલા વાહન જપ્ત કરવા આવતા સિઝર ની ટિમ સમજી હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
આ બનાવ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ જપ્ત કરાયેલ રીક્ષાઓ અને ઇનોવા કાર સાથે હળવદ પોલીસ સ્ટેશન પહોંચી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના પીએસઆઇ વાય જી ગુર્જર હળવદ નાં ત્રણ શખ્સોને પૂછપરછ કરવા અર્થે અમદાવાદ લઇ ગયાનું જાણવા મળે છે. જેમાં (૧) બળદેવ સવજીભાઈ કુડેચા રહે.હોટલ હરિદર્શન સોસાયટી.હળવદ (૨)વિક્રમ ઉર્ફે બાબો ધીરુભાઈ કોળી રહે કરાચી કોલોની કુંભારપરા હળવદ(૩) જીતેન્દ્રસિંહ પરમાર રહે.ધરતીનગર ત્રણ શખ્સોને અમદાવાદ ખાતે વધુ પૂછપરછ માટે લઈ ગયા હોવાનું જાણવા મળે છે.જે બાબત ની હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવેલ છે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તો સમગ્ર પંથકમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ને ચર્ચાઈ રહ્યો છે.