Friday, December 27, 2024
HomeGujaratહળવદ: કેરીના રસે રાયધ્રાં ગામમાં 50 લોકોને ઝાડા-ઉલ્ટી કરાવ્યા. ફુડ પોઈઝનિગ અસર

હળવદ: કેરીના રસે રાયધ્રાં ગામમાં 50 લોકોને ઝાડા-ઉલ્ટી કરાવ્યા. ફુડ પોઈઝનિગ અસર

સુંદરી ભવાની બાદ રાયધ્રાં ગામે ફૂડ પોઈઝનિંગની ઘટનાથી ફૂડ વિભાગ દોડતો. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો:વહીવટ કરી લીધાનુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.હળવદ પંથકમા એક સપ્તાહમાં ૧૪૦થી વધુ ફુડ પોઈઝિંગની ભોગ બન્યા છે.રાયધ્રા ગામે આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનુ વિતરણ : ૪૦થી વધુ બિમાર હોવાનુ કબુલાત.

- Advertisement -
- Advertisement -

હળવદ ‌ કોરોના હળવો થતાની સાથે જ હળવદ પંથકમાં ઘરમેળે સામાજિક પ્રસંગોના આયોજન થઇ રહ્યા છે જેમાં છેલ્લા અઠવાડિયામાં વાસી અને હલકી ગુણવતા વાળો કેરી નો રસ પીરસવામાં આવતા સુંદરી ભવાની.રાયધા.એજાર. ગામના લોકોને ફૂડ પોઇઝનિંગ થયાનું સામે આવ્યું છે. જો કે મોટી સંખ્યામાં લોકોને ઝાડા-ઉલ્ટી થયા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હળવદમાં કેરીનો કહેવાતો રસ વેંચતા વેપારીને ત્યાં આંટાફેરા કરી દનિયું પકાવી લીધાની ચર્ચા એ જોર પકડીયુ છે.હળવદ પંથકમા એક સપ્તાહમાં ૧૪૦થી વધુ ફુડ પોઈઝિંગની ભોગ બન્યા છે. છતાં આજ દિન સુધી ફુડ વિભાગ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી.તેવુ શહેરીજનો માં ચર્ચાઇ રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રાં ગામે લખમણભાઇ ખોડાભાઈ સિણોજીયાના પુત્રના લગ્ન બાદ પુત્રવધુના વાયણાં પ્રસંગે કેરીનો રસ પીરસવામાં આવ્યા બાદ બીજા દિવસે મહેમાનોને ઝાડા ઉલ્ટીની અસર થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ જ રીતે પાંચથી છ દિવસ પહેલા સુંદરી ભવાની ખાતે પણ કેરીનો રસ આરોગ્યા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હોવાનું સામે આવ્યું હતું.

દરમિયાન હમેશા સુષુપ્ત અવસ્થામાં રહેતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને ઘટના અંગે પૂછતાં તેમની પાસે આવી કોઈ વિગત ન હોવાનું અને આવી ગંભીર ઘટનાથી સંપૂર્ણ અજાણ હવાનું જણાવી ફૂડ ઈન્સ્પેક્ટરને હળવદ તપાસમાં મોકલવામાં આવશે તેવું જણાવ્યું હતું.જો કે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી ઉક્તિ વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જવાબદાર કર્મચારીઓ બધું જાણતા હોવા છતાં ભેળસેળીયા પદાર્થ વેંચતા લોકોને છવારવા જ કામગીરી કરવા ઢીલી નીતિ અખત્યાર કરી રહ્યા હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે.
હાલ તો માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ રાયધ્રાં ગામે દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી છે. ગ્રામજનોઓ માં ચર્ચાઈ રહ્યું છે કે શું આ પડતર કેરીનો રસ વેચનારા વેપારીઓ સામે લાલ આંખ તંત્ર કરશે? વેપારી સામે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પગલાં ભરશે? કે પોતાનો ભાગબટાઈ લય લેશે તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.બીજુ બાજુ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે કેરીના રસનું કારખાનું રાજકીય આગેવાનનુ હોવાથી તેને છાવરમાં આવી રહ્યું છે. તો શું આગામી દિવસોમાં કેરીનારસના વેપારીઓ સામે પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું. આગામી દિવસમાં વધુ ફૂડ પોઇઝનિંપોઇઝનિં ધટના બનશે ?

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!