હળવદ : ચાલુ નાણાકીય વર્ષના વાર્ષિક હિસાબોને લઈ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.25 માર્ચથી 31 માર્ચ સુધી હરરાજી સહિતની પ્રક્રિયા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. જેથી, ખેડૂતમિત્રોએ આ દિવસો દરમિયાન યાર્ડમાં જણસી નહીં લાવવા અનુરોધ કર્યો છે.
હળવદ માર્કેટિંગ યાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષના હિસાબ-કિતાબને લઈ આગામી તા.25 માર્ચથી 31 માર્ચ સુધી હળવદ માર્કેટિંગમાં રજા જાહેર કરવામાં આવી છે. અને આગામી તા.1 એપ્રિલથી યાર્ડ પુનઃ રાબેતા મુજબ ધમધમતું થશે. જેથી હળવદ માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલ ખેડૂત મિત્રોએ ઉપરોક્ત દિવસો દરમિયાન પોતાની જણસો યાર્ડમાં ન લાવવા અનુરોધ કરાયો છે.