Sunday, October 1, 2023
HomeGujaratહળવદ:જુના ટાવર વાળા સ્વામિનારાયણ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે સત્સંગી જીવન જ્ઞાનયજ્ઞ નું...

હળવદ:જુના ટાવર વાળા સ્વામિનારાયણ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે સત્સંગી જીવન જ્ઞાનયજ્ઞ નું ધામધૂમપૂર્વક સમાપન કરાયું

હળવદ: જુના ટાવરવાળા સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગી જીવન પારાયણ ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૫/૩ થી પાંચ દિવસ સુધી ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હરિભક્તોએ કથાનો લાભ લીધો હતો. શ્રી ઘનશ્યામ મહારાજ પ્રાગટય તેમજ નિલકંઠ વર્ણીરાજનો અભિષેક પૂજા કીર્તન કરાયા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

સ્વામિનારાયણ મંદિર જૂનું ટાવર વાળા ‌ મંદિરનાવાર્ષિક પાટોત્સવ નિમિત્તે તા ૧૫થી ૧૯ દરમિયાન સત્સંગી જીવન કથા પારાયણ જ્ઞાનયજ્ઞયનું પ્રખર વિદ્વાન શાસ્ત્રી ભક્તિનંદન દાસજી સ્વામીજી પોતાની અમૃત વાણી વડે કથાનું રસપાન કરાવ્યું હતું. મોરબી દરવાજે આવેલ સબળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ્ઞાનયજ્ઞ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ રોજ અલગ-અલગ ભગવાન ઘનશ્યામજી મહારાજ અને નીલકંઠ વર્ણી મહારાજને ફૂલનો રસ ,શાકભાજીના દ્રાક્ષ.રસ,વરીયાળી જીરાનો અભિષેક તથા તરબૂચ,મોસંબી,જામફળ સહિતના અભિષેક અ.નિ ઘનશ્યામલાલ છગનલાલ સોની પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતું. જુના સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે જ્ઞાનયજ્ઞ પારાયણ માં ચરાડવા ધામ થી ધર્મવલ્લભ દાસજી સ્વામી, તથા મહંત સ્વામી શાસ્ત્રી દિવ્યપ્રકાશદાસજી સ્વામી,હરિકૃષ્ણધામ થી તપોમૂર્તિ સદ્ ભક્તિહરીદાસજી સ્વામી,વાંકાનેર થી પૂ.સૂર્યપ્રકાશ દાસજી સ્વામી,હળવદ નવા મંદિર થી પૂ.શ્રીજીસ્વરૂપ સ્વામી, તથા મૂળીધામથી મહંત હરિપ્રકાશદાસજી સ્વામી તથા અનેક ધામોઢામથી અનેક સંતો- મહંતો પધાર્યા હતા. રાજકીય મહાનુભાવો જેવા કે રણછોડભાઈ તપનભાઈ દવે,રમેશભાઈ ભગત જેવા અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ગામેગામથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.

આ તકે પ્રખર વિદ્વાન વક્તા ભક્તિનંદન સ્વામી એ હળવદના પત્રકાર મિત્રો નો આભાર માની મેહુલ ભાઈ ભરવાડ, બળદેવભાઈ ભરવાડ, મયુરભાઈ રાવલ, અજયભાઈ દવે વગેરેનુ સન્માન કર્યું હતું. અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરો તેવા આશિર્વચન આપ્યા હતા.રામપારાયણ જ્ઞાનયજ્ઞ ના સમાપન દિવસે ભવ્ય મહાપ્રસાદના આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!