હળવદ તાલુકાના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગમાં થયેલ ફાયરીંગ પ્રકરણમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હથિયારના પરવાનેદાર સહિત ચાર આરોપીઓને ઝડપી લઈ હથિયાર કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
રાયધ્રા ગામે લગ્ન પ્રસંગમાં થયેલ ભળાકાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વહેતો થતા પોલીસ દોડતી થઈ હતી. આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા એસપી સુબોધ ઓડેદરાએ આપેલ સૂચનાને પગલે ડિવાયએસપી રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફના પીઆઇ એ.એ.જાડેજા, પીએસઆઇ આર.બી.ટાપરીયા તથા સ્ટાફના માણસોએ તપાસ હાથ ધરી હતી જેમાં હળવદ તાલુકાના રાયધ્રા ગામે ખેંગારભાઈ ગાંડુભાઈ કુકવાવાની પૌત્રીઓના લગ્ન દરમીયાન ખેંગારભાઈ ગાંડુભાઈ કુકવાવાના પરવાનાવાળા બારબોર હથીયારમાંથી ફાયરિંગ થયાનું ખુલ્યું હતું આ ફાયરિંગ દેહરભાઈ ખેંગારભાઈ કોળી, કેહરભાઈ ખેગારભાઈ કોળી અને દિલીપ ઉર્ફે દિલાભાઈ માલાભાઈ કોળી બધા રહે.ગામ – રાયધ્રા તા.હળવદવાળાઓએ કર્યું હોવાનું માલુમ પડતા પોલીસે ખેંગારભાઈ સહિત ફાયરીંગ કરનાર ત્રણેય આરોપીઓ સહિત ચાર શખ્સોને ઝડપી લઈ હળવદ પોલિસ મથક મા આર્મસ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કરી પોલીસ દ્વારા બારબોર હથીયાર પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.