હળવદ પોલીસ ‘શી’ ટીમ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા અને બાળ સુરક્ષા અંગે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ટ્રસ્ટ સંચાલિત શિશુમંદિર ની અનાથ બાળાઓને આત્મ રક્ષણ ની તાલીમ ,પોલીસ સ્ટેશન ની વિગતવાર માહિતી અને હથિયારો ની જાણકારી તેમજ ગુજરાત સરકાર અને મોરબી પોલીસ તરફથી મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી અને આપાતકાળ માં સ્વબચાવ કેમ કરવો તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ શક્તિ ની સાથે સાથે ભક્તિ નું અનુષ્ઠાન કરવા માટે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સુંદરકાંડ ના પાઠ નું અને પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હળવદ પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ વાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં 50 થી વધુ અનાથ બાળાઓ એ વિવિધ કૃતિઓ રજૂ કરી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે હળવદ પીઆઇ કે.જે.માથુકિયા,હળવદ મામલતદાર એન.એસ.ભાટી,હળવદ શિશુ મંદિરના સંસ્થાના સંચાલક ઘનશ્યામભાઈ દવે, રમણીકભાઇ પટેલ,સરકારી વકીલ માલવણીયા તેમજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.