‘બિપરજોય’ વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. તો પશ્ચિમ ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. હળવદનાં શિરોઈ પાસે વરસાદ અને પવનના કારણે રોડ પર વૃક્ષ પડી ગયું હતું, જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. પરંતુ હળવદ પોલીસ તંત્રની ટીમે તરત જ ત્યાં દોડી જાઈ જાત મહેનત મદદથી થોડી જ વારમાં વૃક્ષને હટાવી દઈ રોડ અવર જવર માટે ખુલ્લો કર્યો હતો.