હળવદ શહેરની શાળા નંબર આઠમાં ધોરણ 1થી 5ના 138 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પણ સો મણનો સવાલ ઉભો થયો છે ઉપરાંત અભ્યાસ અંગેનું ભવિષ્ય ધૂંધળું લાગતું હોવાથી પંચમુખી વિસ્તારના વિદ્યાર્થીઓના વાલીઓ તાલુકા વિકાસ અધિકારી પાસે દોડી ગયા હતા અને શિક્ષકોની ઘટ દૂર કરવાની માંગ સાથે લેખિત રજુઆત કરી હતી.
મોરબી જીલ્લાના હળવદ ગામેં આવેલ પંચમુખી વિસ્તારમાંની પ્રાથમિક શાળા નંબરઃ આઠ માં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ અભ્યાસ અર્થે આવી રહ્યા છે. જેમાં કુલ વિર્ધાથીઓની સંખ્યા ૧૩૮ હાલ છે. જેમાં ફરજ બજાવતા શિક્ષકો સંખ્યા પાંચ હતા જેમાં બે શિક્ષકો તાજેતરમાં વચ મર્યાદાના કારણે નિવૃત થયા છે તેમજ એક શિક્ષિકા પ્રસુતીના કારણે રજા ઉપર ઉતરી ગયા છે જ્યારે અન્ય એક શિક્ષકને અન્ય સરકારી કામગીરી માટે રોકવામાં આવ્યા હોવાથી હાલ આ સ્કૂલમાં 138 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. આટલી મોટી સંખ્યામાં વિધાર્થીઓ હોવાથી એક રૂંમમાં શિક્ષણ કેમ આપવું તે પણ એક મોટો પડકાર છે જ્યારે એક શિક્ષકથી એટલા વિદ્યાર્થીઓને સાચવવા પણ મુશ્કેલ છે.
જેના કારણે આ વિસ્તારના વિર્ધાથીઓનુ ભાવ તલવારની ધારા પર હોય તેવો ઘાટ સર્જાયો છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં મોટાભાગે પછાત અને શ્રમ જીવી લોકોનો વસવાટ કરતા હોવાથી તેઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં પણ મોકલી શકતા નથી. જેને લઈને તેમના બાળકોના શિક્ષણના અધિકાર ઉપર તરાપ લાગી રહી છે. આ અંગે વિસ્તારના વાલીઓએ બાળકોનું શિક્ષણ ન બગડે તે બાબત યોગ્ય કરી પુરતા સ્ટાફ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી છે.