ઉપરસપંચને ધોકા લાકડી પથ્થર મારી માથામા ઇજા પહોચાડી ઇજાગ્રસ્ત ઉપસરપંચને હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
હળવદ તાલુકાના રણલપુર ગામે નવરાત્રી દરમિયાન આઠમના દિવસે મંગળપુર ગામના યુવાનને ગાળો બોલવાની ના પાડતા તે વાતનું મનદુઃખ રાખી અવારનવાર ફોનમાં ધમકી આપી જાન થી મારી નાખવાની ધમકી આપતા હોવાનુ અનિલભાઈ ટપુભાઈ વરમોરા રણમલપુરના ઉપસરપંચે હળવદ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી ત્યાં ફરીથી આજે અનિલભાઈ વરમોરા પેટ્રોલ પંપેથી પોતાના ઘરે જતા હતા ત્યારે છ થી સાત શખ્સોએ અચાનક લાકડી ધોકા પથ્થર વડે હુમલો કરતા અનિલભાઈ વરમોરા ને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પાટીદાર સમાજના આગેવાનો દોડી આવ્યા હતા અને કોઈ અનિષ્ચય બનાવ ન બને તે માટે હળવદ પીઆઇ એમ વી પટેલ સહિતનો પોલીસ કાફલો રમલપુર ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા.હળવદ પોલીસ માં અગાઉ આમના વિરુદ્ધ ફરિયાદ કર્યા હોવાનું ઉપસરપંચે જણાવ્યું હતું આ હુમલામાં સનાભાઈ કોળી, મનોજભાઈ કોળી સહિતના અન્ય શખ્સો એ હુમલો કર્યો નું અનીલભાઈ વરમોરા એ જણાવ્યું હતું,
આ ધટના ની જાણ થતા હળવદ પીઆઇ એમ. વી. પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી તેમજ ઘટનાની જાણ થતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પાટીદાર સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.