Monday, January 13, 2025
HomeGujaratહળવદ : સુખપર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

હળવદ : સુખપર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

હળવદના સુખપર ગામ નજીક ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલે અપાઘાત કરી લેતા ગામમાં અરેરાટી વ્યાપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર દેવપુર ગામે રહેતા સહદેવભાઈ જસમતભાઈ વિઠ્ઠલાપરા અને કાજલબેન છગનભાઈ અધારાએ સુખપર ગામે દસ વાગ્યાની આસપાસ ગામની પાસે આવેલ ઘોધની ફાટક પાસે સમાજ એક નહીં થવા દે તેવા ડરથી બંનેએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં સુખપર ગ્રામજનો અને પોલીસ તથા આર.પી.એફના નરેન્દ્રભાઈ પરમાર અને વિજયદાન ગઢવી ધાંગધ્રા વાળા ઘટના સ્થળે દોડી ગયા હતાં. પોલીસે બંને મૃતકોની લાશને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!