Sunday, December 22, 2024
HomeGujaratહળવદ:બે દિવસ પહેલા થયેલા ઝગડામાં ન્યાયીક તપાસ‌ માટે કરણી સેના દ્વારા આવેદનપત્ર...

હળવદ:બે દિવસ પહેલા થયેલા ઝગડામાં ન્યાયીક તપાસ‌ માટે કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

હળવદ મોરબી માળિયા ચોકડી ચોકડી પાસે બે દિવસ પહેલા થયેલા ઝઘડામાં ન્યાયિક તપાસ માટે કરણી સેના દ્વારા હળવદ પોલીસ/મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

- Advertisement -
- Advertisement -

હળવદ મોરબી માળિયા ચોકડી પાસે બે દિવસ પહેલા ઝઘડાનો બનાવ બન્યો હતો. ન્યાય માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો તેમજ બે દિવસ થઈ ગયા હોવા છતાં આજદિન સુધી ફરિયાદ ના નોંધાતા હળવદ કરણી સેના દ્વારા મામલતદાર અને પીઆઇ ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ મોરબી માળીયા ચોકડી નજીક આઠમના રાત્રિના સમયે બે ક્ષત્રિય યુવાન હરદેવસિંહ મયુરસિંહ ઝાલા તથા ઓમદેવસિહ હરપાલસિંહ ઝાલા પર છરી અને ધોકા વડે જીવણ હુમલો થયેલ જે હાલ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવ બન્યા બે દિવસ બાદ પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી તેમ જ આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવી રજૂઆત કરણી સેના દ્વારા હળવદ મામલતદાર અને પી આઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે હળવદ કરણી સેનાના પ્રમુખ ઉપપ્રમુખ પ્રભારી સહિત ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાયિક તપાસની માગણી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!