Saturday, December 28, 2024
HomeGujaratહળવદ : વેક્સિન લેવા જતા દંપતીને શીરોઈ નજીક નડ્યો અકસ્માત, ત્રણ ઇજાગ્રસ્ત

હળવદ : વેક્સિન લેવા જતા દંપતીને શીરોઈ નજીક નડ્યો અકસ્માત, ત્રણ ઇજાગ્રસ્ત

સામ-સામે બાઇક અથડાતા સર્જાયો અકસ્માત: ચાર વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર પીજીવીસીએલ હળવદ ડિવિઝન ઓફિસમાં ફરજ બજાવતા પ્રજ્ઞેશભાઈ હરજીવનભાઈ મકવાણા તેમના પત્ની સ્નેહાબેન મકવાણા તેમજ તેમનો દીકરો આરવ સહિત ત્રણેય હળવદ તાલુકાના માથક ગામએ વેક્સીન લેવા માટે જઈ રહ્યા હતા દરમ્યાન હળવદ મોરબી રોડ પર આવેલ નવા સિરોઈ ગામના પાટિયા પાસે નરેશભાઈ ડાભી અને પ્રજ્ઞેશભાઈનું બાઇક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈ, સ્નેહાબેન અને નરેશભાઈ ડાભીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયા હતાં. જ્યારે પ્રજ્ઞેશભાઈનાં ચાર વર્ષના પુત્ર આરવનો ચમત્કારીક બચાવ થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!