છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ યુક્ત પાણી નીકળતા રોગચાળો ફાટી નીકળવાની રહીશોમાં દેહશત
છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી રહીશોમાં રોષની લાગણી,આજદિન સુધી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા રહીશો ને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હળવદ વોર્ડ નં ૪ ભીડભંજન મહાદેવ મહાદેવ નગર પાસે માધાપર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશોમાં રોષ લાગણી વ્યાપી જવા પામી હતી.છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી રહીશોમાં રોષની લાગણી,આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. આના કારણે ભારે દુર્ગંધ આવે છે જેના કારણે રોગચાળો ની દેહશત વર્તાઈ રહી છે.તેવુ આ વિસ્તારના રહીશો જણાવ્યું હતું. અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી જો આગામી દિવસમાં ઉકેલ લાવવા નહિ આવે તો આગામી પાલીકાની ચુંટણીમાં મતદાન નો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિકાલ ન આવતા રહીશોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાત્કાલિક ધોરણે ભુગર્ભ ગટર ના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો ની માંગણી ઉઠવા પામી છે. હથેળીમાં ચાંદ બતાવનાર સ્વપ્નો બતાવનાર રાજકીય આગેવાનો જાગે અને આ વિસ્તારના લોકોને મુશ્કેલીમાંથી દૂર કરાવે તેવી રહીશોની માગણી ઊઠવા પામી છે.