હળવદ વોર્ડ નંબર પાંચ મા આવેલ આનંદ પાર્ક ના બોર માં છેલ્લા આઠ દિવસથી પાણીની મોટર બંધ હોવાથી પાણી માટે રહીશોને રઝળપાટ કરવી પડે છે. આ વોર્ડના સદસ્ય અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી નિકાલ આવ્યો નથી ત્યારે ભર ઉનાળે બોરની મોટર બંધ રહેતા આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પીવાના પાણી માટે પોકાર પાડવા મજબુર કરતી પાણી પુરવઠા યાત્રિક વિભાગની કામગીરી સામે શંકા સેવાઇ રહી છે તેવું આ વિસ્તારના લોકો માં ચર્ચાઇ રહ્યું છે.છેલ્લા એક સપ્તાહથી પ્રજા અને મૂંગા પશુઓનો પાણી માટે રઝળપાટ કરવી પડે છે.ભર ઉનાળે પાણી માટે વલખાં મારવાં પડે છે.
નગરપાલિકા દ્વારા લખલૂટ ખર્ચ કરી બોર અને મોટરપંપ રાખવામાં આવ્યા છે ત્યારે હાલ તંત્ર ની નીશસ કાળજી અને પાણીપુરવઠા અધિકારી ની બેકાળજી ને કારણે અમુક જગ્યાએ મોટર બંધ છે તો અમુક જગ્યાએ સાંધા લીકેજ ના કારણે આવા ઉનાળા ના સમય માં બેફામ પાણી બગાડ થય રહ્યો છે. આ બાબતે વોડ નંબર પાંચના સદસ્ય સતિષભાઈ પટેલ અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી નિકાલ આવ્યો નથી. ત્યારે વોડ નંબર પાંચના રહીશો દ્વારા જો આગામી દિવસમાં બોરની મોટર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં નહીં આવેતો સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.