બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ટિકર ગામે રહેતો ધનરાજ દિનેશભાઇ કોળી ઉ.૧૮ નામનો યુવાન લાપતા બન્યા બાદ તેનું બાઈક, મોબાઈલ, ચપ્પલ સહિતની વસ્તુઓ ટિકર ગામ પાસેથી પસાર થતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલ કાંઠે મળી આવતા આ યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકાને લઈ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
સવારે ૧૧ :૦૦ વાગ્યા થી પરિવારજનો સહિત તરવૈયાઓની ટીમ ગ્રામ જનો યુવાન કેનાલમાં પડી ગયો હોવાની આશંકા વચ્ચે શોધખોળ કરી હતી. અંદાજીત પાંચ કલાકની ભારે શોધખોળ બાદ તરવૈયાઓ અને ગ્રામજનોએ ભારેજહેમત બાદ યુવાનનો મૃતદેહ કેનાલમાં માં થી શોધી કાઢ્યો હતો.કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી આવી હતી. યુવાનના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલ ખાતે ઠાકોર સમાજ ના લોકો દોડી આવ્યા હતા,ટિકર ના ગ્રામજનો આગેવાનો વિજયભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઇ પટેલ, વાસુભાઈ કોળી, તથા અન્ય લોકો એ યુવાનના મૃતદેહને શોધવા ભારે જહેમત ઊઠાવી હતી.