હરિકૃષ્ણધામ (રણજીતગઢ)માં બિરાજમાન સર્વોપરી ઘનશ્યામ મહારાજની અસીમ કૃપાદ્રષ્ટિથી તથા હરિકૃષ્ણધામના સંસ્થાપક સાધુતા મૂર્તિ એવા પ.પૂ.તપોમૂર્તિસદ્.ભક્તિહરિદાસજી સ્વામીની ઉદાર ભાવનાથીઅને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ટીમ (હળવદ)ના સાથ-સહકારથી શિયાળાની આ કડકડતી ઠંડીમાં દરિદ્રનારાયણને તથા જરૂરિયાતમંદોને ૫૦૦ થી વધારે ધાબળા તથા ૫૦૦ સ્વેટરનું હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં તમામ જરૂરિયાતમંદ પરિવારના ઘરે જઈ ને જ્યાં-જ્યાં જરુર હોય તેવા નાના-મોટા દરેક સ્થળે જઈને વિતરણ એક અનોખુ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી.
અમદાવાદ શ્રીસ્વામિનારાયણ મંદિર-કાળુપુરમાં બિરાજમાન નરનારાયણ દેવનો 200 મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે. તેના ઉપલક્ષમાં હરિકૃષ્ણધામે આગામી તા.૨૩-૨૭ ડિસેમ્બર સર્વોપરી શ્રીઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને ૨૭મી તારીખે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિત્તે પ.પૂ. આચાર્ય મહારાજના શુભ આશીર્વાદ, અ.નિ.પ.પૂ. સદ્. વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પ.પૂ.તપોમૂર્તિ સદ્. ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન પ્રમાણે, આ શિયાળાની કડકડતી ઠંડીથી સૌની રક્ષા થાય એ હેતુથી વર્તમાન સમયાનુસારે આ સેવાકાર્ય સંપન્ન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા આવી અનેકવિધ સમાજસેવા અવિરતપણે કરવામાં આવે છે.