Friday, January 24, 2025
HomeGujaratજામીન ઉપર છૂટવા સરકારી જમીન ઉપર ખડકેલુ દબાણ જાતે દૂર કર્યુ

જામીન ઉપર છૂટવા સરકારી જમીન ઉપર ખડકેલુ દબાણ જાતે દૂર કર્યુ

ટંકારા તાલુકાના ટોળ ગામના લેન્ડગ્રેબિંગ કેસમાં અદાલતના આકરા વલણથી ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ટોળ ગામે જાહેર રસ્તાની સરકારી જમીન ઉપર મકાન ખડકી દેવાની સાથે સાથે કૂવો પણ ખોદી નાખવામાં આવતા ટંકારા મામલતદાર દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ કેસમાં જેલ હવાલે થયેલા આરોપીએ જામીન ઉપર છૂટવા અરજી કરતા નામદાર અદાલતે સરકારી જમીન ઉપર કરેલું દબાણ જાતે દૂર કરવા આદેશ કરતા દબાણકર્તાઓને પરિવારજનો દ્વારા તાકીદે દબાણ ખુલ્લું કરવું પડ્યું હતું.

ટંકારા તાલુકાના ટોળ ગામે જૂનો રસ્તો છેલ્લા દસ વર્ષથી કબ્જે કરી લઈ માર્ગ ઉપર મકાન બનાવી કૂવો બનાવી નાખવામાં આવતા ટંકારા મામલતદાર નરેન્દ્ર શુક્લ દ્વારા ટોળ ગામે રહેતા આરોપી ફતેમામદ જીવાભાઇ ગઢવાળા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અંગેના નવા કાયદા મુજબ ટંકારા પોલીસે આરોપીની અટકાયત કરી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા નામદાર કોર્ટમાં હાજર કરતા જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો .

બાદમાં આરોપીએ જામીન પર મુક્ત થવા( સ્પેશ્યલ લેન્ડગ્રેબીંગ કોટ) એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે ભુ-માફિયામા ફફડાટ ફેલાય એવો હુકમ કરી કડક સુચના આપી હતી કે આરોપી જાતે દબાણ વાળી જમીન ખુલ્લી કરે અને કબજો સોપી આપે અને આ અંગેનો રીપોર્ટ 20 નવેમ્બરે કોર્ટ સમક્ષ રજુ કરવા જણાવ્યું હતું. બીજી તરફ નામદાર કોર્ટેના આદેશનો અમલ કરવા આરોપીના પરીવારજનો દ્વારા જમીન ઉપર ખડકલા કરેલ મકાન સહિતની જગ્યા ખાલી કરી ખુલ્લો પટ કરી નાખ્યો હતો અને ટંકારા મામલતદારને કબ્જો પણ સોપી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દબાણો કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવા કાયદો અમલમાં આવ્યો છે ત્યારે નામદાર કોર્ટે પણ ભુ-માફિયાઓને જામીન માટે કડક વલણ અપનાવતા ટંકારા તાલુકા મથકમાં અને જીલ્લા આખામાં આ મુદ્દે ભારે ચર્ચા સાથે કાયદાનો ભય ઉભો થયો છે. જેથી આગામી દિવસોમાં ભુમાફિયાઓ ભો-ભિતર થઈ જવાના છે એમા શંકાને કોઈ સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!