હળવદ-ધ્રાંગધ્રા, પાટડી પંથકના ગામડાઓમાં રહેતા લોકોના આરોગ્યની સુખાકારીના ઉમદા ઉદેશથી ઝલ્લેશ્વર ફિલાંથરોપિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય માટેના ‘શેપ’ નો પ્રારંભ કરવામા આવ્યો છે.
હળવદ ધ્રાંગધ્રા સ્ટેટના ૪૭ માં ઝલ્લેશ્વર રાજ જયસિંહ ઝાલા દ્વારા સેવા કાર્યના ઉદ્દેશ્યથી રચના કરવામાં આવેલ ઝલ્લેશ્વર ફિલાંથરોપિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયત્નોથી સેવા ઇન્ટરનેશનલ ભારત કે જેની મુખ્ય ઓફિસ દિલ્હીમાં છે તેમની સાથે મળી ને રણ કાંઠા ના ગામડા ઓ માં હળવદ ધ્રાંગધ્રા પાટડી તાલુકાના ના ગામડા ઓ માં આરોગ્ય ને લગતા કાર્યો કરવામાં આવશે. આ અભિગમનું મહા શિવરાત્રીના શુભ દિને અને હળવદ ના 534 માં સ્થાપના દિવસ નિમિતે હળવદ રાજમહેલ ઝલરાણ ગઢ મધ્યે મહારાજા સાહેબ વતી રાજકુમાર દેવરાજસિંહજી ઝાલાના વરદ હસ્તે સવારે 10:30 કલાકે પ્રોજેક્ટ “SHAPE” નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સેવા ઈન્ટરનેશનલ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ)ના સમર્થન થી 01મી માર્ચ 2022 મંગળવારના રોજ મહા શિવરાત્રીના શુભ અવસર પર “શેપ” સ્ટ્રેન્થનિંગ હેલ્થકેર એમેનિટીઝ ઇન પબ્લિક-હેલ્થ ઈકોસિસ્ટમ શરૂ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ ગુજરાતના સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના સમુદાયો અને સ્થાનિક લોકોને સેવા આપશે.