હળવદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મહાપર્વ હોળીની શ્રદ્ધા ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી શહેર સહિત પૂજા અર્ચના કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હોળીના પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી સમાજમાંથી પાપ કલેશ દુઃખ નું દહન થાય સર્વત્ર આશાઓ તથા પવિત્રતાનો ઉજાસ પ્રગટે એવી હોલીમાતા સમક્ષ પ્રાથના કરી હતી.
હળવદ શહેર ના જાહેર માર્ગોપર મંદિરો પાસે લાકડાં તથા છાણ અને કડબનો ઉપયોગ કરી હોળી તૈયાર કરાઈ હતી સમી સાંજે શાસ્ત્રો વિધિ સાથે હોળી નું પૂજન કરી પ્રગટાવી હતી, અબાલ વૃદ્ધ પુરુષો મહિલાઓ યુવાનો યુવતીઓ ભક્તિભાવથી હોળીના દર્શન કર્યા હતા માતાઓએ બાળકો સાથે લઈ હોળીની પ્રદક્ષિણા કરી હતી અને ખજૂર ધાણી દાળીયા અને નાળિયેરની પ્રસાદ ધરાવી હતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવી હતી ખેડૂતોએ હોળીની જાળ કઈ દિશામાં જાય છે તેના પરથી મોસમ અને વરસાદનો વરતારો નક્કી કર્યો હતો હોળીના પર્વ રંગેચંગે ઉજવણી કરી હતી બાદ કોરોના કાળના બે વર્ષ બાદ શહેરમાં યુવાનો યુવતીઓ મહિલાઓ પુરુષો અને બાળકોને અલગ અલગ રંગો લગાડી રંગેચંગે ધુલેટીની ઉજવણી કરી હતી. સમગ્ર પંથકમાં શાંતિપુણૅ માહોલમાં હોળી ધુળેટી પર્વ સંપન્ન થયો હતો.લોકોએ આસ્થા ભક્તિ અને ધામધૂમપૂર્વક પુવૅક હોળી પર્વ ઉજવણી કરવામાં આવી હતી.