મોરબી રાજકોટ હાઇવે અકસ્માતો નું કેન્દ્ર બનતો જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં મોરબી તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સ કોઈ કારણોસર ટ્રક પાછળ ઘુસી જતા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં બસના ડ્રાઈવર કન્ડક્ટર સહિત ત્રણ જેટલા વ્યક્તિઓ દલુંરામ ખેમારામ ( ઉ. વ.૪૨), બાલા રામ વરિગા રામ (ઉ. વ.૪૫) અને મુલા રામ ખેમાંરામ (ઉ. વ.૨૫) ઘાયલ થયા હતા અને ૧૦૮ મારફતે હોસ્પિટલ એ ખસેડી સારવાર આપવામાં આવી હતી.
આ અકસ્માતને પગલે અત્યંત વ્યસ્ત રહેતા આ હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા જોકે બનાવની જાણ થતા જ ટંકારા પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોચીને ટ્રાફીક ક્લિયર કરવા તેમજ અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઈડ માં ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી.