બેચર ધના માંથી બેચર ડુંગર કઈ રીતે થયું?નકલી ફરિયાદીની ફરિયાદની તપાસ કરશે પોલીસ!સર્વે નંબર ૬૦૨માં બેચર ડુંગર નામ ઉમેરાયું ત્યારથી જ કૌભાંડોની શુભ શરૂઆત થયેલી : ચોક્કસ માધ્યમ દ્વારા મીડિયા નો દુરુપયોગ કરી પુરાવા વિના આરોપ પર આરોપ કરી સસ્તી પ્રસિદ્ધિ નું રહસ્ય શું?
ફરિયાદી પોતાનું કૌભાંડ છુપાવવા કેસને હાઇપ્રોફાઈલ બનાવી ધ્યાન અન્યત્ર ભટકાવવા માંગે છે?ખરેખર આ જમીનના અસલી માલિક છે કે નહીં આની તપાસ અને કાર્યવાહી થશે?જો નકલી માલિક સાબિત થાય તો જમીન ખાલસા કરશે?હવે વાંચો કઈ રીતે ધના માંથી ડુંગર થયું :
મોરબી માં હાલમાં ચકચારી વજેપર સર્વે નંબર ૬૦૨ ખૂબ ચર્ચામાં છે આવા અનેક કૌભાંડો ભૂતકાળમાં થયેલા છે અને થતા આવ્યા છે સમયે આવ્યે તેમાં કાર્યવાહી પણ થઈ છે પરંતુ આ કૌભાંડ ખૂબ ચર્ચામાં છે કેમ કે આમાં કોઈને ન્યાય અપાવવા કરતાં અંગત બદલો લેવાની આશાએ પ્રતિષ્ઠિત પત્રકારને ખોટા કેસમાં ફસાવવા આ પેંતરા કરાઈ રહ્યા છે અને ફરિયાદી જે પોતાને આ જમીનના માલિક ગણાવે છે તે પોતાનું પાપ છુપાવવા આ કેસને ખોટી દિશામાં ડાયવર્ટ કરી પુરાવા વિનાની ખોટી સાચી વાતો એક માધ્યમ દ્વારા વારંવાર ક્ખૈનેહ્યુ છે અને આ જમીનની વારસાઈની રિવર્સમાં જવાની કોઈ તસ્દી લે તો તેના પણ કૌભાંડ ખુલે એમ છે આ બાબતે મોરબી મીરર દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરાયા હતા તે જ દિવસે એ સમાચાર પરથી લોકોની નજર હટે એટલે ધારાસભ્યોની હાજરીમાં નવું તિકડમ ઊભુ કરી દરેક નું ધ્યાન તે બાજુ ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હવે વાત કરીએ કૌભાંડની શરૂઆત ક્યાંથી થઈ?
આ કથિત જમીન કૌભાંડમાં હાલના જે ફરિયાદી છે ભીમજી બેચર નકુમ તેને મોરબી સિટી એ ડિવિઝન માં ફરિયાદ નોંધાવી છે કે સાગર અંબારામ ભાઈ ફુલતારીયા અને શાંતા બેન પરમાર એ મળી ને કૌભાંડ કરી ખોટી વારસાઈ કરી અને વેચાણ કરી નાખ્યું આ જ ફરિયાદમાં ફરિયાદી જણાવે છે કે તેઓએ આ જમીન ૧૯૫૯ માં જીવા કલા અને જીવા રામા પાસેથી અઘાટ વેચાણ એ લીધી છે આ બન્ને નામ પણ શંકાસ્પદ છે ..કલા જીવા અને રામા જીવા હોય તો હજુ પણ બન્ને ભાઈઓ હોય શકે છે પણ જીવા કલા અને જીવા રામા કઈ રીતે હોય શકે? ખેર હવે આગળ વાત કરીએ સર્વે નંબર ૬૦૨ ના ઇતિહાસમાં જોઈએ તો ૧૯૭૧ માં ૧૦૪૭ નંબરની નોંધ માં કૌંસ માં ગોકળ ધના અને કૌંસ બહાર બેચર ધના જમીનના માલિક તરીકે દર્શાવેલ છે જેમાં બેચર ધના માં ધના નામ પર લીટો મારી ને તેની નીચે ડુંગર લખી નાખવામાં આવ્યું છે.
એક વાર માની લઈએ કે ધના ભૂલથી લખાઈ ગયું હોય અને સુધાર્યું હોય પણ ગોકળ ધના નામ કોનું છે ? બેચાર ડુંગર ના અન્ય ભાઈઓના નામ માવજી ડુંગર,ભગવાનજી ડુંગર અને પરસોતમ ડુંગર છે …તો ગોકળ ધના અને બેચર ધના કોણ છે?
એટલે આ કેસના ફરિયાદી પણ નકલી છે અને ફરિયાદીની પણ તપાસ થવી જોઈએ કેમ કે તેઓ પણ નકલી વારસાઈ અને દસ્તાવેજમાં ચેડા કરી વર્ષો પહેલા કરેલા કૌભાંડ મારફતે તેઓ વારસદાર બન્યા છે તેવું અમે નહીં રેવન્યુ ઓથોરિટી ના દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે.
તો બીજી બાજુ આ કેસમાં મોરબીના પ્રતિષ્ઠિત પત્રકાર અતુલ જોશી ને ફસાવવા ચોક્કસ ગ્રુપ એક્ટિવ થઈ અને ખોટાં સમાચારો પ્રસારિત કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગતા હોય તેવો ઘાટ રોજ બને છે અને રોજ ફુગ્ગો ફૂટી રહ્યો છે પણ એક વાર ફુગ્ગા એક સાથે ફોડી નાખો એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય વાત રહી ધમકી ની તો અમે કોઈ લુખ્ખા કે ભૂ માફિયા નથી આક્ષેપો પુરાવા સાથે સમાચાર પ્રસારિત કરી સાબિત કરવાની તસ્દી લેવી જોઈએ.
આજે સીસીટીવી નો જમાનો છે જો સત્ય હશે તો સામે આવશે તમામ જગ્યાએ સીસીટીવી છે એટલે એમાંથી કોઈ બાકાત રહી શકે નહીં તો બીજી બાજુ આજથી આ તપાસ ફરીથી કાયદાના ખુબ હોશિયાર સિનિયર ડીવાયએસપી પી એ ઝાલા પાસે ગઈ છે જેમાં તેઓએ આવા અનેક ચકચારી કોભાંડ ની તપાસ કરી છે આ તપાસમાં પણ તેઓ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરશે જ જો પત્રકાર હોય કે અધિકારી કોઈ પણ આરોપી તરીકે આવતો હશે તો તેઓ નહીં જ છોડે અને નિર્દોષ હશે તો કોઈ પણ ભોગે આરોપી તરીકે કોઈનું ભવિષ્ય જોખમમાં નહીં મૂકે આ તેનો આજદિન સુધીનો રેકોર્ડ કહે છે ત્યારે જે મિત્રો આવા ખોટા ન્યૂઝ લખી લોકોને એક પત્રકાર વિરુદ્ધ ગુમરાહ કરવા ખોટી ઉપજાવેલી સ્ટોરી ઘડી બદનામ કરે છે તેઓ આ મહેનત અને લગન લોકો ના હિતમાં અને સમાજના હિતમાં વાપરશો તો કોઈક ના ઉધાર થશે ના તો આમાં કાઈ હાથમાં આવવાનું છે ના તો કઈ એમ ફૂલોવરસ વધવાના છે અને આરોપી થશે તો આગામી સમયમાં આ માહિતી પણ છાપવા પત્રકારનો ધર્મ છે પણ એ પહેલા આવી ચકચારી ઘટનાઓમાં હાથા બની વિઘ્ન સંતોષવા આવા સમાચાર લોકોને ભ્રમિત કરવા લોકશાહીને નુકશાન છે જે ગંભીર પ્રશ્ન છે જર્નલિસ્ટ એ જર્નાલિઝમ નું અંગ છે અને આ એક પવિત્ર દેન છે તને આ રીતે સાવ ખોટા ઉપજાવી કાઢેલા પૂરવા વિના ના અને હાસ્યાસ્પદ રીતે બની તમારી શક્તિ ના વેડફો તેવી અમારી અપીલ છે આ મામલે જે કોઈ મિત્રને આ પત્રકાર સાથે પુરાવા સાથે વાત કરવી હોય તો ખુલ્લી બજારમાં કરવા પણ પત્રકાર અતુલ જોશીનું ખુલ્લું આમંત્રણ છે જેથી દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે બાકી સત્ય ને દબાવી શકાય દફનાવી ના શકાય એક દિવસ આકાશ અને જમીન બન્ને ફાડીને બહાર આવે જ છે.