Tuesday, January 7, 2025
HomeGujaratહળવદના મયુરનગરની પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ, સસરાને પકડી લેતી પોલીસ

હળવદના મયુરનગરની પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ, સસરાને પકડી લેતી પોલીસ

હળવદના મયુરનગરની પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પતિ અને સસરાને દબોચી લીધા છે.

- Advertisement -
- Advertisement -

હળવદના નવા વેગડવાવ ખાતે રહેતા માવજીભાઇ મુળજીભાઇ જાદવ (ઉ.વ.૫૮) એ હળવદ પોલિસ મથકમાં નીકુલભાઇ હીરજીભાઇ, હીરજીભાઇ અમરશીભાઇ તથા વસંતબેન હીરજીભાઇ (રહે. મયુરનગર તા.હળવદ જી.મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે મૃતક સરોજબેનને તેના પતિ નીકુલભાઈ તથા સાસુ વસંતબેન હીરજીભાઇ તથા સસરા હીરજીભાઇ અમરશીભાઇ દલવાડીએ અવાર નવાર જગડો કરી મેણાટોણા મારી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા સરોજબેન નીકુલભાઇ દલવાડી (ઉવ.૨૩)પોતાના ઘરે રૂમમા પંખા સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. આ ફરિયાદને પગલે પોલીસે મૃતકના પતિ નીકુલભાઈ અને સસરા હીરજીભાઇને ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!