અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ ૦૯ શખ્સોને ૧૮ હથિયારો સાથે ઉપાડી ઝડપી લેવાયા છે ત્યારે અત્યાર સુધીમાં આ હથીયાર ઘુસાડવાના પ્રકરણમાં ગુજરાત એટીએસ દ્વારા કુલ ૩૭ આરોપીઓને ૭૮ ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
જેમાં વધુ વિગત મુજબ ગત તા.૦૩/૦૫/૨૦૨૨ના રોજ ગુજરાત એ.ટી.એસ. એસપી સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ એટીએસના હોનહાર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલ બાતમી ને આધારે લીમડી સબ જેલમાાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર ઉફે ડેન્ડુ તથા તેનો સાગરીત ચાાંપરાજ ખાચર પોતાના કબ્જામા લાયસન્સ વગરના ૪ ગેરકાયદેસર હથીયારો સાથે ગીતા મંદીર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યા હતા સદર બાબતે એટીએસ દ્વારા આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરી હતી જે દરમિયાન આરોપીઓએ કબુલાત આપી હતી કે તેઓએ અગાઉ પણ સૌરાષ્ટ્રના સરુેન્દ્રનગર, બોટાદ, રાજકોટ સહિતના જીલ્લાઓમા કેટલાક ઇસમોને ગેરકાયદેસર વેચેલા છે જેને આધારે આ ગેરકાયદેસર હથિયાર ખરીદનાર ઈસમોની કુંડળી કાઢીને જુદા જુદા જિલ્લાઓમાંથી ૨૮ ઇસમોને કુલ ૬૦ જેટલા ગેરકાયદેસર હથિયારો તથા ૧૮ કારતુસ સાથે ઝડપી પાડયા હતા. જે બાદ વધુ તપાસ દરમીયાન અને અમદાવાદમાંથી પકડાયેલ દેવેન્દ્ર ઉફે ડેન્ડુ તથા અન્ય આરોપીઓની આકરી પૂછપરછ કરતા સને ટેકનીકલ સર્વેલન્સની મદદથી વધુ ૯ આરોપીઓએ પણ આ આ આરોપીઓ પાસેથી હથિયારો ખરીદેલ હોવાની માહિતી મળી હતી જેથી એ.ટી.એસ. ની અલગ અલગ ટીમો બનાવી સિધ્ધરાજ કનુભાઈ ચાવડા,ઉ.વ.૧૯,ધંધો-અભ્યાસ, રહે. વિષ્ણુ પ્રેસ આનદધામ બાંગ્લોઝ, પાળીયાદ રોડ, બોટાદ, મુ.આંકડીયા, તા.જસદણ,.રાજકોટ), મહેન્દ્રભાઇ ગભરૂભાઇ ખાચર, ઉ.વ.૨૨,ધંધો-વેપાર, રહે. બલોક નાં.૩૭, અજય બાંગ્લોઝ, સવોદય સોસાયટી, તરણેતર રોડ, માત્રા બાપુના બંગલાની બાજુમા થાનગઢ, તા-થાન,જી-સરુેન્દ્રનગર), કીશોરભાઇ નકુભાઇ ધાંધલ, ઉ.વ.૩૦, ધંધો-ડ્રાઇવિંગ રહે. મકાન નં.૨૩,વીવેકાનંદ સોસાયટી, તા.જી.બોટાદ),મહાવીરભાઇ ધીરુભાઈ ધાંધલ, ઉ.વ.૨૮,દજ ધંધો-ખેતીકામ, રહે.બ્રાહ્મણ સોસાયટી, જૈન દેરાસરની પાછળ, પાળીયાદ રોડ, તા.જી.બોટાદ),જયરાજભાઇ બાબુભાઇ ખાચર, ઉ.વ.૨૫, ધંધો-ખેતીકામ, રહે.ધર્મશાળા વિસ્તાર, સારંગપુર, તા.બરવાળા , જી.બોટાદ),મહેન્દ્ર ઉર્ફે લાલો માંગળુભાઇ ખાચર, ઉ.વ.૨૪, ધંધો:ખેતીકામ, રહે. ગામઃબરવાળા, ડાભી શેરી વિસ્તાર, તાઃ જસદણ, જી.રાજકોટ),રાજુભાઇ ઝીલુભાઇ જળુ, ઉ.વ.૩૨,ધંધો-ડ્રાઇવિંગ, રહે. ગામઃસુંદામડા, તા: સાયલા, જી.સુરેન્દ્રનગર,રાજવીર ઝીલુભાઈ, ઉ.વ.૨૨,ધંધો-ખેતીકામ, રહે. ગામઃથાનગઢ, રવિનગર, ઝાલાવાડ પોટ્રીની સામે, તા.થાનગઢ, જી.સુરેન્દ્રનગર), વિપુલ રમેશભાઇ ગાડલીયા, ઉ.વ.૨૦,ધંધો-ખેતીકામ, રહે. ગામઃસુદામડા, તા:સાયલા, જી.સરુેન્દ્રનગર) વાળા નવ ઇસમોને ઝડપી લઈને તેઓની પુછપરછ કરીને તપાસ કરતા તેઓની પાસેથી બીજા ૧૮ જેટલા ગેરકાયદેસર હથીયારો
મળી આવ્યા હતા . જેથી હાલમાં આ ગેરકાયદેસર હથિયાર ખરીદનાર અને વેચનારા કુલ ૩૭ આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે અને બધા પાસેથી કુલ ૭૮ જેટલા ગેરકાયદેસર હથીયાર તથા ૧૮ કારતુસ કબજે કરવામા આવેલ છે હજુ પણ એટીએસ દ્વારા તપાસ ચાલુ હોય વધુ ગેરકાયદેસર હથિયારો સાથે હજુ પણ કેટલાક નામો ખુલવાનો સિલસિલો યથાવત રહે તેવી પ્રબળ શકયતાઓ હાલ સેવાઇ રહી છે.