Wednesday, December 25, 2024
HomeGujaratટંકારા તાલુકાના 42 ગામોમાં સરપંચ માટે 98 અને સભ્ય માટે કુલ મળી...

ટંકારા તાલુકાના 42 ગામોમાં સરપંચ માટે 98 અને સભ્ય માટે કુલ મળી 501 ઉમેદવારીપત્રો ભરાયા

ટંકારા તાલુકામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ગઈકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ટંકારા તાલુકાના 42 ગામોમાં સરપંચ માટે 98 અને સભ્ય માટે કુલ મળી 501 ઉમેદવારીપત્રો ભરાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ગ્રામ પંચાયતનો ચૂંટણી માહોલ જામ્યો છે. લોકસભા અને વિધાનસભા જેવા માહોલમાં ગ્રામીણ કક્ષાએ રાજકારણના ગરમાવા વચ્ચે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ટંકારા તાલુકાના 42 ગામો માટે સરપંચ પદ માટે 98 અને સભ્યપદ માટે કુલ મળી 501 ઉમેદવારીપત્રો ભરાયા હતા. વધુમાં ઉમેદવારોના રાફડા વચ્ચે સોમવારે ફોર્મ ચકાસણી મંગળવારે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. અને બુધવારે કેટલા મુરતિયા મેદાનમાં રહશે એનું ચિત્ર સ્પષ્ટ થશે બીજી તરફ અનેક ગામડા બિન હરીફ થવાની શક્યતા પણ જોવાઇ રહી છે. અને ગામો ગામ આગેવાનો અથાગ પ્રયત્નો કરી સમરસ ચુંટણી કરવા મથી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!