ધોરણ 12 સાયન્સનું સૌથી વધુ મોરબી જિલ્લાના હળવદ કેન્દ્રનું 90.41% રીઝલ્ટ, આનંદની લાગણી
ઝાલાવાડની શૈક્ષણિક નગરી ગણાતા હળવદ એ વિજ્ઞાન પ્રવાહની ધોરણ 12 ની પરીક્ષા માં ફરી એકવાર ધમાક, ધોરણ -12 સાયન્સના પરિણામમાં મેટ્રોસિટીઓને પછડાટ છોડી મોરબી જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને પ્રથમ શાન મેળવ્યું છે જેમાં હળવદ કેન્દ્રનું સમગ્ર ગુજરાત રાજ્યમાં 90.41% સાથે ડંકો વગાડ્યો છે, હળવદ તાલુકામાં પ્રથમ નંબરે મંગલમ વિદ્યાલય નો વિદ્યાર્થી ખેડૂત પુત્ર ડાભી નિલેશે મેરૂભાઈ તાલુકામાં પ્રથમ નંબરે મેદાન માર્યું હતું, ઝળહળતું પરિણામ આવતા વાલીઓ સંચાલકો વિધાથીર્ઓ માં આનંદ લાગણી વ્યાપી જવા પામી હતી.
ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયુ હતું જેમાં સૌથી વધુ 90.41 ટકા પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. તેમજ સમગ્ર રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મેટ્રોસિટીઓને પછડાટ છોડી મોરબી જિલ્લાએ 83.22 ટકા સાથે અવલ્લ સ્થાન મેળવ્યું છે, ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કુલ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ 2023માં 65.58 ટકા પરિણામ આવ્યું તેમજ મોરબી જિલ્લામાં ધોરણ – 12 સાયન્સમાં કુલ 1652 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જે પૈકી 1651 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં ગ્રેડ વાઇસ પરિણામ જોઈએ તો A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર મોરબીના 3 વિદ્યાર્થી, A2 ગ્રેડમા 61, B1 ગ્રેડમા 183, B2 ગ્રેડમા 308, C1 ગ્રેડમા 366, C2 ગ્રેડમા 665 તો D ગ્રેડમા 87 અને E1 ગ્રેડમા 1 વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થયા છે. આ સાથે જ સમગ્ર મોરબી જિલ્લાનું 83.22 ટકા અને હળવદ સેન્ટરનું 90.41 ટકા સાથે સૌથી ઊંચું પરિણામ આવ્યું હતું. આ વર્ષે સૌથી ઊંચું પરિણામ A ગ્રુપનું આવ્યું છે, જેની ટકાવારી 72.27% છે, જ્યારે B ગ્રુપનું 61.71% અને AB ગ્રુપનું 58.62% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.હળવદ મંગલમ વિદ્યાલય નો નિલેશ મેરૂભાઈ ડાભી ખેડુત પુત્ર હળવદ તાલુકામાં પ્રથમ,ગુજરાત બોર્ડ માં પાંચમા ક્રમે,બોડૅ માં 99.95 P.R ગુજકેટ માં 99.76 P.R અવ્વલ નંબર મેળવ્યો હતો.જ્યારે ઝાલાવાડની શૈક્ષણિક નગરી ગણાતી મહર્ષિ ગુરુકુલ નો ફરી એક વખત વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં દબદબઓ જોવા મળ્યો હતો.ગુજકેટના પરિણામમાં હળવદ ધાંગધ્રા સેન્ટરમાં પ્રથમ, મહર્ષિ ગુરુકુલ નો સોલંકી હારદીપ 113.75 માકૅ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે બોર્ડના પરિણામમાં બીજા ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા નંબર પર મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓ સાગમટે છવાયા હતા.A ગ્રુપમાં તારબુદીયા પ્રશાંત 99 82, સોજીત્રા ખોડીદાસ 99.00, વાઘેલા રોનક 98.47, જ્યારે B બી ગ્રુપના જાદવ પ્રિયાંશી 99.85, સોલંકી હાર્દિક 99.78 ,પટેલ અર્પિતા 99.71, ડઢાણીયા પ્રિન્સી 99.69, ઝાલા રાહુલ 99.62,ગઢદરા વિશાલ 99.33%, ગુજકેટમાં સોલંકી હારદીપ 113.75, તારબુંદીયા પ્રશાંત 111.25, ગઢાદરા વિશાલ 111.25. ઇતના મૂળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ લાવતા સંચાલક સહિતના સ્ટાફ તથા પરિવારએ ઉચ્ચ પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હળવદ ની મંગલમ્ વિધાલય, મહર્ષિ ગુરુકુલ, વિવેકાનંદ સાયન્સ એકેડેમી, સદભાવના વિધાલય, સરદાર પટેલ વિદ્યાલય.સહીતના વિધાર્થીઓ ઝળક્યા હતા.