Wednesday, September 18, 2024
HomeGujaratહળવદમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચિલઝડપ કરી બેલડી રફુ ચક્કર : ઘટના...

હળવદમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચિલઝડપ કરી બેલડી રફુ ચક્કર : ઘટના CCTV માં કેદ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાને થોડા સમય પેહલા તસ્કરોએ બાનમાં લીધો હતો જોકે બાદમાં પોલીસના સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ ને કારણે ચોરીના બનાવો અટક્યા હતા પરંતુ હવે હળવદમાં સમડી ગેંગ એક્ટિવ થઈ હોય તેવું લાગી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આજે રાત્રે ૯:૩૦ વાગ્યા આસપાસ પોલીસ લાઇન નજીક રહેતા મહિલા મંજુલાબેન મહાદેવભાઈ પ્રજાપતિ (ઉ.વ.૬૨) વાળા ઘરે જઈ રહયા હતા તે દરમિયાન અગાઉથી જ તેમનો પીછો કરતા બે બાઇક સવાર શખ્સો એ મહિલાના ગળામાંથી સોનાના ચેન ની ચિલ્ઝડપ કરી હતી આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બે બાઇક સવાર મહિલાનો પીછો કરતા નજરે પડે છે થોડીવાર માં મહિલા શેરીમાં અંદર વળે છે ત્યારે બે માંથી બાઇકમાં પાછળ બેઠેલ એક શખ્સે શેરીમાં કોઈ ન હોય જેનો ફાયદો ઉઠાવી ચાલીને મહિલાનો પીછો કરી રહ્યો હતો જેમાં એક બાઇક સવાર બાઇક તેના સાથીની રાહ જોઇને રોડ પર ઉભેલો જોવા મળી રહ્યો છે તેમજ થોડી જ સેકન્ડમાં શેરીમાં ચાલીને ગયેલ શકશ દોડતો દોડતો આવે છે અને બાઇકમાં બેસી જાય છે બાદમાં બન્ને ત્યાંથી રફ્ફુચકર થઈ જતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

ત્યારે બીજી તરફ ચોર લૂંટારાઓને પોતાનો ફાયદો જ દેખાતો હોય સામે નો વ્યક્તિ ને શારીરિક નુકશાન પહોંચે તેનાથી તેઓને કોઈ મતલબ નથી હોતો ત્યારે આ બનાવમાં પણ મહિલા મંજુલાબેન ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને જરૂરી સારવાર આપવામાં આવી હતી હળવદ પોલીસને આ બનાવની જાણ થતાં જ પીઆઇ એમ.વી.પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને નાકાબંધી કરીને સમડીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!