હળવદમાં ગઈકાલે વધુ એક પરિણીતાએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પરિણીતાના પાંચ માસ પૂર્વે જ લગ્ન થયેલ હતા. જેને ગઈકાલે પોતાના પિયર જઈ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદના માલણીયાદ ખાતે રહેતી કાજલબેન કલ્પેશભાઇ સુરેલા નામની પરિણીતાએ ગઈકાલે બપોરના સમયે કોઇ અગમ્ય કારણસર મીયાણી ગામે તેઓના પીયરમા ઝેરી દવા પીધેલ હોય જેને તેના બનેવી મનુભાઇ હળવદ સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાના 5 પાસ પૂર્વે જ લગ્ન થયા હતા.