હળવદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો ગયો છે.ભર શિયાળે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હળવદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડધમ વાગતા ફોર્મ ભરવા સરપંચની ઉમેદવારી નોંધાવવા અને સભ્યોની ઉમેદવારી નોંધાવવા સમર્થકો ઉમટી પડયા હતા.રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી તા.૧૯/૧૨/૨૧ ને યોજાવા જઈ રહી છે. જેમાં હળવદ તાલુકામાં 62 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે હળવદ તાલુકા પંચાયત ખાતે વહેલી સવારથી ગામેગામથી મોટી સંખ્યામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ અને ડેલીગેટના સમર્થકો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરી રહ્યા છે.હળવદ તાલુકામાં ગ્રામ પંચાયતો ની ચુંટણીમાં કુલ સરપંચોના 39 અને સભ્યો 118 ના ઉમેદવારી પત્રો ભરાયાં હતાં જેમાં થી ગુરુવારે 39માંથી 28 ફોર્મ સરપંચના અને 118 માંથી 86 ફોર્મ સભ્યોની ઉમેદવારી માટે ફોર્મ ભરવા આવ્યા હતા.
હળવદ તાલુકાની 62 ગ્રામ પંચાયતોની ચૂંટણી માં સરપંચ અને સભ્યપદ માટેની ઉમ્મીદવારી ના ફોર્મ વહેંચણી-સ્વીકાર ની 29 તારીખ થી શરૂવાત થતાં હળવદ તાલુકા માં ચૂંટણી નું માહૌલ જામ્યો હોવાનું જોવાઇ રહ્યું છે,તાલુકા માં થી ઉમ્મીદવારો ચૂંટણી ના ફોર્મ લેવા અને આપવા ટેકેદારો સાથે આવતા જોવા મળી રહ્યા છે 29 નવેમ્બર થી ચૂંટણી ફોર્મ વહેંચવાની શરૂવાત થઈ આગામી 4 ડિસેમ્બરે ફોર્મ સ્વીકાર કરવાની છેલ્લી તારીખ છે, અને 6 તારીખે ભરાયેલ ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે જ્યારે 7 તારીખે ફોર્મ પરત ખેંચી શકાશે, મતદાન 19 તારીખે સવારે 7 થી સાંજના 6 સુધી યોજાશે જ્યારે મતગણતરી 21 ડિસેમ્બરે થશે જેમાં ઉમ્મીદવારોનું ભાવી નક્કી કરાશે.