વુક્ષોની ડાળ અડતી હોય આગ લાગી હતી લોકોમાં ભયનું લખલખું પસાર થઈ જવા પામ્યું હતું.વિજતાર અને પોલ બાબતે ગ્રામજનો અગાઉ પણ કલેકટર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે.
ટંકારા તાલુકાના હમિરપર ગામે થી છતર ગામે જવાના રસ્તે ગામના પાધરે પવનચક્કી ના વિજતાર ભડભડ સળગી ઉઠતા રાહદારીઓ સહિતના લોકોમાં જીવતો તાર ટુટશે તો શુ થશે ના વિચારથી ભયનું લખલખું ફેલાયું હતું અને રીતસર હેવી વોટની વિન્ડ ફાર્મમાથી નિકળતો પ્રવાહ સરકારી શાળા નજીક ગામના પાધરે લોકોની અવરજવર વચ્ચે સળગી ઉઠયા હતા.
ગામ લોકોએ જણાવ્યું હતું કે તાર નજીક વૃક્ષની ડાળી અડતી હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. જો ચાલુ વિજતાર ટુટી અકસ્માત સર્જે તો જવાબદાર કોણ? અને આવી દુર ધટના વખતે કોનો અને કયા સંપર્ક કરવો કોઈને ખ્યાલ નથી પ્રાઈવેટ કંપની દ્વારા નિયમો નેવે મૂકીને વિજપોલ પણ વોકળા અંદર ઉભા કર્યાનો ગામ લોકોનો આરોપ છે ત્યારે આ અંગે તટસ્થ અને ઈમાનદાર ઉચ્ચ અધિકારીઓ જો તપાસ હાથ ધરી વિજ પોલની જગ્યા અંગે જાણકારી મેળવે તો અનેક મોટા ખુલાસા થવાની વાત કરતા પવનચક્કીની પોલમ પોલ સામે આવે ની વાત ગ્રામજનો એ ઉચ્ચારી હતી.