Friday, January 10, 2025
HomeGujaratહળવદના મયુરનગરમાં પ્રેમી યુગલનો ગળેફાંસો ખાઈ સજોડે આપઘાત કર્યો:સમાજની બીકે કૌટુંબીક ભાઈ...

હળવદના મયુરનગરમાં પ્રેમી યુગલનો ગળેફાંસો ખાઈ સજોડે આપઘાત કર્યો:સમાજની બીકે કૌટુંબીક ભાઈ બહેને મોત વ્હાલું કર્યું

અરવલ્લી જિલ્લાના કૌટુંબિક ભાઈ બહેને બ્રાહ્મણી નદીના કાંઠે પીપળાના વૃક્ષમાં ગળાફાંસો ખાધો

- Advertisement -
- Advertisement -

હળવદ બ્રેકિંગ,તા-૨૮-ગુરૂવાર ૧૫ દિવસ કરતા વધુ સમયથી ઘર છોડી નાસી ગયેલા અરવલ્લી જિલ્લાના પ્રેમી યુગલે હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે પીપળાના વૃક્ષમાં ચૂંદડી વડે સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મણી નદીના કાંઠે પીપળાના વૃક્ષમાં ચૂંદડી બાંધી યુવક અને યુવતીએ સજોડે આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં હળવદ પોલીસના ગીરીસદાન ગઢવી અને શક્તિસિહ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા મૃતક યુવાન રાહુલભાઈ બાબુભાઇ તરાર ઉમર વર્ષ -૨૩ અને યુવતીનું નામ હિરલબેન ધીરાજીભાઈ ઉમર વર્ષ -૧૯ રહે.શણગાલ,તા.મેઘરજ,જિલ્લો અરવલ્લી હોવાનું ખુલ્યું હતું.

બીજી તરફ બનાવ અંગે મૃતક યુવતીના પિતા ધીરાજીભાઈ નાથાજીભાઈ તરારે જણાવ્યું હતું કે યુવક અને યુવતી ગત તા.૧૧ ના રોજ ઘેરથી ચાલ્યા ગયા હતા અને એક જ કુટુંબના હોવાનું જણાવી પ્રેમ સંબંધમાં બન્ને ઘર છોડી નીકળી ગયા બાદ આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.હાલ હળવદ પોલીસે બંને મૃતકોને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા અને એમ કર્યા બાદ પરિવારજનોને મૃતદેહ આપવામાં આવ્યા હતા સાથે જ હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!