બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના રણમલપુર ગામની વાડી વિસ્તારમાં મંગળવારે સાંજના બે ભાઈઓ વાડીએ હતા ત્યારે પિતરાઈ ભાઈએ ભાઈનું ધારીયા જેવા હથિયારથી હુમલો કરી મોત નિપજાવ્યું હતું. મૃતકનાં પિતરાઈ ભાઈ હસમુખભાઈ રણછોડભાઈ વરમોરા (ઉ.40) એ પોતાનાં ભાઈ હરેશભાઈ વરમોરાનું ધારીયા જેવા હથિયારથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. સમગ્ર ઘટના પર પડદો પાડવા નાટકીય અંજામ આપ્યો હતો અને ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે એવું કઈ પોતે પણ જાતેને જાતે ઇજાગ્રસ્ત થઇ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. પરંતુ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ભાંગી પડયો હતો અને સમગ્ર ઘટના કબૂલાત આપી હતી. હાલ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીનો ફાઇલ ફોટો :
મૃતકનો ફાઇલ ફોટો :