રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા લતીપર ચોકડી પાસેથી ઈસમને ચોરાઉ રીક્ષા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે લતીપર ચોકડી પાસે વાહન ચેકીંગમા હતી. તે દરમ્યાન એક ઓટો રીક્ષાને ઉભી રખાવી ઓટો રીક્ષાના આધાર પુરાવાની માંગણી કરતા રીક્ષા ચાલક જીજ્ઞેશભાઈ માવજીભાઈ જાદવ (રહે. હાલ વુલરમીલ આગળ ખુલ્લી ફાટક પાસે, વાલજીભાઈ પ્રેમજીભાઈ બગડાના મકાનમા, જામનગર મુળ ઉગમણાનાકા તા.ટંકારા જી.મોરબી) પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઈસમે કબુલાત આપેલ કે તેણે તે ઓટો રીક્ષા જામનગર સરકારી હોસ્પિટલથી ચોરી કરેલ છે. જેથી ઈ ગુજ કોપ તથા પોકેટ કોપમાં સર્ચ કરતા જામનગર સીટી બી પોલીસ સ્ટેશન ખાતે રીક્ષા ચોરી બાબતે 11202009241751/2024 વાળો ગુનો દાખલ થયેલાનુ સામે આવ્યું હતું. જે અંગેની ટંકારા પોલીસ દ્વારા જામનગર સીટી બી પોલિસ સ્ટેશન ખાતે જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ અને ટંકારા પોલીસના સ્ટાફ દ્વારા દ્વારા કરવામાં આવી છે.