Sunday, December 22, 2024
HomeGujaratટંકારામાં લગ્નની લાલચે વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી લઈ ગયો:પરિવારજનો અને હિન્દુ...

ટંકારામાં લગ્નની લાલચે વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી લઈ ગયો:પરિવારજનો અને હિન્દુ આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી

ટંકારામા મુસ્લિમ યુવકે શહેરની હિન્દુ પરીવારની દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની ઘટના પ્રકાશમા આવી છે. આ મામલે યુવતીના પિતાએ ટંકારા પોલીસને વિધર્મીની ચુંગાલમાંથી પોતાની પુત્રીને બચાવવા અરજી આપી છે. લવજેહાદ નો કિસ્સો ટંકારામા સૌ પ્રથમ વાર બનતા હિંદુ સમાજમા ભારે ઘેરા પડઘા પડ્યા હતા અને પંથકમાંથી અનેક આગેવાનો પોલીસ મથકે એકઠા થઈ સરપંચની આગેવાની હેઠળ પોલીસને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક યુવતી સાથે નાસી છુટેલા શખ્સને ઝડપી લઈ દાખલારૂપ કાર્યવાહી કરવા આક્રોશ ઠાલવ્યો હતો. આ ઉપરાંત કુખ્યાત ગેંગ સક્રિય બની ટંકારામાં યુવતીની પજવણી કરતા હોય તથા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાની વાત કરી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારાના મુમના શેરીમા થોડા વર્ષો પૂર્વે અન્ય શહેરથી પરીવાર સાથે મામાના સંબંધથી ટંકારામા સ્થાયી થયેલ વસીમ ખલીફા નામનો યુવક શુક્રવારે સવારે શહેરની એક યુવતીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમા ટંકારા પોલીસ મથકે ગુમ થયેલી યુવતીના પિતાએ અરજી આપી પોતાની પુત્રીનુ અપહરણ થયાની રાવ આપી હતી અને એ અપહરણ કરી જનાર યુવક પર તાજેતર મા જ દારૂ વેચવા અંગેનો ગુનો દાખલ થયેલ છે. બનાવ અંગે ની વાત શહેરમા વાયુવેગે પ્રસરી જતા હિંદુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને ઘડીભર મા લોકોનો જમાવડો થયો હતો. અને આક્રોશ ઠાલવી લવજેહાદ જેવી ઘટના સાંખી લેવાશે નહીં ના તાબોટા પાડયા હતા. અનેક હિન્દુ સંગઠનો રાજકીય આગેવાનો સહિતનાની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક વિધર્મી શખ્સ ને ઝડપી લઈ દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

જાણવા મળ્યા પ્રમાણે હિંદુ સમાજના ગરીબ પરીવારને નિશાન બનાવી યુવતીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયેલા વસીમ ઉપર ટંકારા પોલીસમા દારૂ વેચવા અંગેના બે થી વધુ ગુના પણ દાખલ થયેલા છે જેમા, એક તો હજુ સાતમ આઠમ પર જ નોંધાયો હોવાનુ જાણવા મળેલ છે. ટંકારા હિંદુ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં છેલ્લા ઘણા સમયથી હિંદુ સમાજના યુવાનો ને બરબાદ કરવાનુ આખુ રેકેટ ચલાવવામા આવતુ હોવાનો આક્ષેપ કરી શાક માર્કેટમા અને તેની આસપાસના વિસ્તારોમા ખુલ્લેઆમ દારૂ ગાંજા સહિતનુ વેચાણ ચોક્કસ વિધર્મીઓ દ્વારા કરાઈ રહ્યુ છે અને હિંદુ સમાજ ના લોકોને વેચાણ કરી રહ્યા છે જે બંધ કરાવવા રજુઆત કરવામાં આવી હતી. ટંકારાના પીએસઆઈ એમ.જે. ધાંધલએ યુવતીના અપહરણ મામલે પોલીસ તપાસમા જરા પણ કચાશ રાખ્યા વગર તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

એક સંગઠને એવી આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ યુવકોની ગેંગ શરીર સંબંધ માટે ત્રણસો થી વધુ છોકરીને પ્રેમ જાળમાં ફસાવી છે જેને લઈ આગામી રણનીતિ તૈયાર કરી એકશનમોડમાં આવ્યા છે. તેમના દ્વારા આલા કમાન્ડ સુધી મેસેજ રવાના કરતા આગામી દિવસોમાં આ મુદ્દે ભારે ચકચાર જાગશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!