ટંકારામાં ગત રાત્રે બાર વાગ્યા આસપાસ કોઈ અજાણ્યા ત્રણ શખ્સો એ ટંકારા શહેર ના ઉગમણા નાકાનો ધરાશાયી થયેલ ગેઈટની ખંડિત વાનરરાજની મુર્તિ ને લાલ કપડું, ગુલાલ છાંટી વજેરી પાસે મેઈન રસ્તા વચ્ચે મૂકી ગયેલ હતાં.
જાગરણના દિવસે ટિખણખોરો એ ડરાવવા માટે આ ખેલ કર્યાનું સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડા એ જણાવ્યું છે. હેમંતભાઈ બાઈક લઈને આવતા જોઈ આ ત્રણેક ઈશમો અંધારામાં ગાયબ થઈ ગયાં ઘણી શોધખોળ કરી પણ મળ્યા નહિ. ત્યા આજુબાજુ વાળા જાગી જતા તેની મદદ લઈ મહામહેનતે બહુજ વજનદાર મુર્તિ ચાર જણાએ થઈ ઊંચકીને પડેલા ગેટના અર્ધા પીલર પર બિરાજમાન કર્યા. રાત્રે કોઈ વ્યક્તિ ડરી જાય એવુ બિહામણું સ્વરૂપ લાગતું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા ગેઈટ ધરાશાયી થયાને મહિના વિતી ગયા હોવા છતાં પંચાયતે મલવાને હટાવવાની જહેમત પણ લીધી ન હતી. ત્યારે હવે આ ટુટેલા બેલા તાકીદે દૂર કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.