Tuesday, January 7, 2025
HomeGujaratટંકારામાં વિદ્યાર્થીનીઓ તથા વાલીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરાયા

ટંકારામાં વિદ્યાર્થીનીઓ તથા વાલીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરાયા

ટંકારા તાલુકાના વિરપરની સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓને સ્વ રક્ષણ અંગે તથા કિશોરી અવસ્થા દરમિયાન માં આરોગ્ય અને પોષણ ખોરાક લેવાની કાળજી તેમજ શિક્ષણ અંગે ના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં હતા. તેમજ સરકારની વિવિધ યોજનાઓનો જરૂરિયાત મંદોને લાભ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે ટંકારા તાલુકાના વિરપરની સરકારી શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BBBP તથા DHEW યોજના અંતર્ગત શાળાની વિદ્યાર્થીની કિશોરીઓને સ્વ રક્ષણ અંગે તથા કિશોરી અવસ્થા દરમિયાન માં આરોગ્ય અને પોષણ ખોરાક લેવાની કાળજી તેમજ શિક્ષણ અંગેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા ઉપસ્થિત મહિલાઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ એક મહિલા દ્વારા મહિલા સ્વાવલંબન યોજનામાં લાભ લેવા માટે તેમજ એક દીકરીને પાલક માતા- પિતા યોજના અન્વયે લાભ અપાવવા માટે જિલ્લા કચેરીએથી સંકલન કરી Team DHEW દ્વારા લાભાર્થીઓને લાભ અપાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં Team DHEW Morbi,SHE Team Tankara તથા શાળાના પ્રિન્સીપાલ તથા વિદ્યાર્થીનીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!