સેવા અને સમર્પણની ભાવનાથી સમાજમાં અનેક સંસ્થાઓ અને વિભાગો કાર્ય કરતા હોય છે પરંતુ સેવા, સમર્પણ અને સુરક્ષાના ભાવથી કાર્ય કરતો વિભાગ એટલે પોલીસ વિભાગ. દિવસ રાત જોયા વગર સમાજમાં આનંદ, ઉલાસ કે ઉપાધિનો સમય હોય પોલીસ હંમેશા પ્રજાની પડખે જ ઉભી હોય છે. પોલીસની કાબીલેદાદ કામગીરીના આજે વધુ એક વખત હળવદ પંથકમાં લોકોએ દર્શન કર્યા હતા.જેમાં આજે હળવદ તાલુકાના ચરાડવા સમલી નર્મદા કેનાલમાં કોવાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતા પોલીસ અને ગામ લોકોએ ભારે જહેમત બાદ યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી.
લાશ અંગે પોલીસને જાણ થતા ઘડી ભરનો પણ વિલંબ કર્યા વગર હળવદ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને હાથ અડાવવો તો દૂર નજીક ઉભવું પણ બદતર હોય તેવી દુર્ગંધ આવતી હોવા છતાં પણ પોલીસ અને ગ્રામ જનોએ જબરી જહેમતથી મૃતદેહ ને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પોલિસ સ્ટાફ પર અવાર નવાર અનેક આક્ષેપોનોં કાદવ ઉછળતો હોવા છતાં પોલીસ સ્ટાફ આક્ષેપો ભૂલી યશસ્વી સેવામાં હમેશા અગ્રેસર રહેતી હોય છે ત્યારે આજે હળવદના ચરાડવા સમલી ગામના લોકોએ પોલીસની સેવાને મુક્ત મને બિરદાવી હતી.