હળવદના વડનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી તસ્કરો પોતાનો કસબ અજમાવી રહ્યા છે. જેમાં ગઈકાલે રાત્રે હળવદ વડનગર સોસાયટીમાં આવેલ બે ઘરમા તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજિત ૮ તોલાથી વધું સોના અને ચાંદીના દાગીના અને અંદાજિત ૯૦ હજાર રૂપિયા રોકડાની ચોરી કરી હતી.
મળતી માહિતી અનુસાર, રવિવાર મોડી રાત્રીના તસ્કરો હળવદ તાલુકાના વડનગર સોસાયટી વિસ્તારમાં ત્રાટક્યા હતા. અને ટંકમાંથી જ બે ઘરોમાં ઘુસી ઘરેણા લઈને રફુચક્કર પણ થઇ ગયા હતા. ત્યારે પ્રભુભાઈ રબારી અને મોંઘીબેન રાજાભાઈ રબારીના મકાનમાં ચોરી થતા રાત્રિના સમયે ચોરી થતા સ્થાનિક રહેવાસીઓમાં ભાયનો માહોલ ફેલાયો હતો. તેમજ રાત્રીના સમયે સોસાયટીમાં પોલીસ ફેરો વધારવા રહીશો દ્વારા પોલીસ સમક્ષ માગણી કરવામાં આવી હતી. જયારે વડનગર સોસાયટીમાં ચોરી થતાં આજુબાજુના રહીશો સ્થળ પાર દોડી આવ્યા હતા અને 100 નંબર પર ફોન કરી બનાવ અંગે જાણ કરી હતી. જેથી ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, પ્રભુભાઈ રબારીના મકાનમાં અંદાજિત બે તોલા અને મોંઘીબેન રાજાભાઈ રબારી મકાનમાં અંદાજિત ૭ તોલા સોનું અને ૯૦ હજાર રૂપિયા રોકડા ગયા હોવાનું મોંઘીબેને જણાવ્યું હતું.ત્યારે હળવદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ને તપાસ હાથ ધરી છે.