બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વાધગઢ ગામે રહેતા દેવજીભાઈ ગંગારામભાઈ ભીમાણી (ઉ. વ ૭૦) મોડી રાત્રે પણ ધરે નહી આવતા પરીવારે શોધખોળ હાથ ધરી હતી અને શોધખોળ કરતા ખેતરે પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા ખેતરમાં આવેલ ખુલ્લા કુવા પાસે ટ્રેકટરના ટાયરના ચીલા અને ચંપલ મળી આવતા ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ટંકારા પોલીસ અને મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
જે બાદ મોરબી ફાયર ટીમ દ્વારા તાબડતોબ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીથી છલોછલ ભરેલ કુવામાં શોધખોળ આરંભી હતી.જોકે ભારે વરસાદ ને કારણે કુવાનુ પાણી કાઠા સમુ હોય તેમજ વાડી વિસ્તારમાં અન્ય સુવિધાનો અભાવ હોવાથી કામગીરીમાં વિક્ષેપ આવી રહ્યો હતો જે બાદ મોરબી ફાયર અને ગ્રામજનો દ્વારા મોટરો મુકી વધારાનું પાણી ઉલેચવામાં આવ્યું હતું.
તેમજ ક્રેન બોલાવીને મોરબી ફાયર ટીમ અને ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી આખી રાત જહેમત ઉઠાવ્યા બાદ ઘટના ના ૧૨ કલાક બાદ વેહલી સવારે કૂવામાંથી મૃતદેહ અને ટ્રેકટર બહાર કાઢી મૃતદેહને ટંકારા સિવીલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે તેમજ ટંકારા પોલીસના ઈમ્તિયાઝભાઈ જામ રાઈટર દિવ્યરાજસિહ ઝાલા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.