આજે તા.૦૨/૦૧/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ સવારે ૧૦:૩૦ વાગે આર.ટી.ઓ મોરબી દ્વારા જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યોને સાથે રાખીને ઓરપેટ કન્યા છાત્રાલય, ટંકારા ખાતે ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ઉદ્દઘાટન નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા સાહેબના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મૂકી તેમાં એ.આર.ટી.ઓ આર.પી.પ્રજાપતિ, ટંકારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા , ઓપરેટ કન્યા છાત્રાલયના કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મંચસ્થ મહાનુભાવો દ્વારા આર.ટી.ઓ, પોલીસ, છાત્રાલય નો સ્ટાફ અને ૧૫૦ થી વધુ વિધાર્થીની ઓને માર્ગ સલામતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.જાન્યુઆરી ૨૦૨૬ દરમીયાન આર.ટી.ઓ તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવનાર માર્ગ સલામતીના કાર્યક્રમોની જાણ કરવામાં આવી.
વિધાર્થીની ઓને આવનારા ભવિષ્યમાં એક સાચા અને સજાગ વાહનચાલક કેવી રીતે બનવુ, રસ્તા પર થતા અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરનાર માટે રાહવીર યોજના,એન્ફોર્સમેન્ટની કામગીરી એ માર્ગ સલામતીનું જ એક અંગ છે, ટ્રાફિકના નિયમો જાણવા અને તેનું પાલન કરવું વગેરે વિષય પર વિધાર્થીઓને સમજૂતી આપવામાં આવી હતી.









