હળવદ ભાજપ દ્વારા ચૂંટણી ને લઈ મધ્યસ્થ કાર્યાલયને ભાજપ ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું
વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે.પ્રચાર જોર શોર થી ચાલુ થય ગયા છે. ત્યારે હળવદ ધાંગધ્રા ૬૪ વિધાનસભા બેઠક પર ભાજપના યુવા ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરા(સેવક) દ્વારા હળવદ શહેર મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે જંગી બહુમતી થી જીત મેળવા હુંકાર પણ કરયો હતો.હળવદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યની વિધાન સભાની ચૂંટણી ના પડઘમ શરૂ થઈ ગયા છે.હળવદ આઈસીઆઈસી બેન્ક પાસે મધ્યસ્થ કાર્યાલય નું પ્રકાશભાઈ વરમોરા ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે હળવદના પાટીદાર સમાજના અગ્રણી જશુભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ, ધીરુભા ઝાલા, બીપીનભાઈ દવે, રમેશભાઈ ભગત, કેતનભાઇ દવે, વાસુદેવભાઇ સીણોઝીયા. વિપુલભાઈ એરવાડીયા, નીતિનભાઈ પટેલ, રાજુભાઈ શિવ એગ્રો વાળા, સંદીપ પટેલ.રવી પટેલ,તપનભાઈ દવે.સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.વિધિવત રીતે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારે શહેરના પુવૅ પ્રમુખ અજયભાઈ રાવલ જણાવ્યું હતું કે આ વખતે હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપર ના ભૂતો ના ભવિષ્યતિ જેવા જંગી બહુમતી સાથે જીત મેળવા
હુંકાર કર્યો હતો.ભાજપ કાર્યકર્તાઓ મા ખુશી સાથે જીત મેળવા પરિશ્રમ ની લાગણી જોવા મળી રહી છે કાર્યકર્તાઓ ની મહેનત ને પગલે હળવદ ધ્રાંગધ્રા વિધાન સભા બેઠક જંગી બહુમતી સાથે જીત હાંસલ કરાવાની આશા વ્યક્ત કરી હતી.