Sunday, December 29, 2024
HomeGujaratહળવદ તાલુકાના જૂના દેવળીયા, ચૂંપણી તથા માથકમાં ૧૩૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ...

હળવદ તાલુકાના જૂના દેવળીયા, ચૂંપણી તથા માથકમાં ૧૩૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

સુશાસન સપ્તાહ અંતર્ગત આરોગ્ય દિવસ નિમિત્તે મોરબીમાં કોવીડ વેક્સિનેશન ડ્રાઇવ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ વિતરણ તેમજ ઘુંટુ, રંગપર અને ઢુવા માટેના મોબાઇલ આરોગ્ય યુનિટને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, મોતીયાની સર્જરીનો કેમ્પ તેમજ ૯૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત હળવદ તાલુકાના જુના દેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૦-૨૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત ચૂંપણી અને માથક પેટા આરોગ્ય કેન્દ્રનું એમ કુલ ૧૩૦ લાખના ખર્ચે નિર્મિત આરોગ્ય કેન્દ્રનું ડીજીટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા ખાતે ૩૮૫ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું ઇ-ભૂમિ પૂજન સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

સાંસદ રમેશભાઇ ધડુકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સુવિધાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ યોજનાઓ તેમજ હાલમાં કોરોનાની રસી મુદ્દે ખૂબ જ સંવેદનશીલ બનીને કામગીરી કરી રહી છે. સાંસદશ્રીએ ઉપસ્થિત શહેરીજનોને કોરોનાની રસી લેવાની બાકી હોય તો તાત્કાલીક લઇ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ મોરબી જિલ્લામાં કોરોના જેવા કપરાકાળમાં મોરબીના દાનવીર ઉદ્યોગપતિઓ, સામાજિક અને સેવાકીય સંસ્થાઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગની કામગીરીની પણ સરાહના કરી ઉત્તમ કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયાએ મોરબી જિલ્લામાં હાલમાં આરોગ્યની અપાઇ રહેલ સુવિધાઓ અંગેની માહિતી આપી ભવિષ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ ઉત્તમ બનાવવાના કોલ આપ્યો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સગર્ભા તેમજ ધાત્રી બહેનોને પોષણક્ષમ આહારની કીટોનું વિતરણ અને પીએમજેએવાય યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ દિનેશભાઈ વડસોલાએ કરી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા કલેકટર જે.બી.પટેલ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, વાઘજીભાઈ ડાંગરોચા, અશોકભાઈ ચાવડા, ડો. દુધરેજીયા, ડો. સરડવા, ડો. રંગપરીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!