Thursday, January 23, 2025
HomeGujaratઇન્ડિયન ક્રિકેટ ગ્રુપ દ્વારા ટંકારાના જબલપુર ગામે 2 લાખના ખર્ચે 500 વૃક્ષોનું...

ઇન્ડિયન ક્રિકેટ ગ્રુપ દ્વારા ટંકારાના જબલપુર ગામે 2 લાખના ખર્ચે 500 વૃક્ષોનું વાવેતર

ટંકારા : કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનની મોટી ખપત થઈ હતી અને ઓક્સિજનના અભાવે અનેક દર્દીઓને જિંદગી ગુમાવવી પડી હતી. ત્યારે કુદરતી રીતે નખશીખ શુદ્ધ ઓકિસજન આપતા વૃક્ષોની મહત્તા સમજાય હતી. જેથી વૃક્ષોનું માનવ જીવનમાં મોટુ મહત્વ હોવાનું સમજીને ટંકારાના જબલપુર ગામે ઇન્ડિયન ક્રિકેટ ગ્રુપ દ્વારા બંજર જમીનને લીલીછમ હરિયાળી બનાવવા 25 વિઘા ખરાબાની બંજર જમીનને લીલીછમ બનાવવા સંકલ્પ સાથે ઘનિષ્ઠ વૃક્ષારોપણનો સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના જબલપુર ગામે આવેલ 25 વિધાના ખરાબાને લીલોછમ હરિયાળો બનાવવા માટે ઇન્ડિયન ક્રિકેટ ગ્રુપ દ્વારા આ 25 વિધાના ખરાબામાં 2 લાખના ખર્ચે 500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે રઝળતા ઢોર કે અન્ય જીવોની રંજાડ ન રહે તે માટે વૃક્ષના વાવેતર ફરતે મજબૂત ફેન્સીગ વાડ બાંધવામાં આવી છે. તેમજ વાવેલા વૃક્ષોના કાળજીપુર્વક ઉછેર માટે બોર-મોટર અને ટપક સિંચાઈ પદ્ધતિ નિયત કરવામાં આવી છે. કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે ઓક્સિજન માટે ટળવળતા લોકોને જોઈ આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કરીને આગામી પાચ વર્ષમા વૃક્ષોથી ઘનઘોર જંગલ તૈયાર કરવા કવાયત આદરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જબલપુર ગામ અનોખુ કરવા જાણીતું છે. આ ગામમાં ખાનગી શાળાને ટક્કર મારે એવી સરકારી સ્કૂલ છે. અને ગામના બાળકો સરકારી શાળામા જ અભ્યાસ કરે છે. રાષ્ટ્રીય પક્ષી મોરને રહેવા માટે ઘર અને ભોજન વ્યવસ્થા કરી છે. હાલ અનેક મોર ભુખ-ભય વિના વિહાર કરે છે. ગામના પાદરે એટીએમ કાર્ડવાળુ ફિલ્ટર પ્લાન્ટ છે. જેમા એક રૂપિયામા બે બેડા શુધ્ધ પાણી પણ ગ્રામજનોને મળે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!